ગુજરાતના આ વિસ્તારમાં વધ્યા સિંહોના આટાંફેરા, એકાદ વર્ષમાં વનરાજના કાયમી વસવાટની વકી
સિંહોને ગમી ગયો છે ગુજરાતનો આ વિસ્તાર, વધી ગયા વનરાજના આટાંફેરા, ગુજરાતની આ જગ્યા પર વધી સિંહોની અવર-જવરથી સ્થાનિકોમાં વ્યાપી ગયો છે ફફડાટ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં ગુજરાત સહિત ભારતની આન બાન અને શાન કહેવાય છે એશિયાટિક સિંહો. એ એશિયાટિક સિંહોની રહેણાંક સ્થાન એટલે આપણું ગુજરાત. ગિરના જંગલોમાં આ સાવજોની ગર્જના સંભળાતી રહે છે. જોકે, હવે સિંહો પોતાના રહેણાંકનો વ્યાપ વધારી રહ્યાં છે. જે સ્થળે સિંહોની અવરજવર થતી રહે તે સ્થળને ત્યાર બાદ તે પોતાનું વસવાટ બની દેતા હોય છે. વનવિભાગના સૂત્રો પણ આ અંગે અગાઉ પુષ્ટી કરી ચુક્યા છે.
રાજકોટના ગોંડલમાં વધ્યાં વનરાજના આટાંફેરાઃ
છેલ્લા કેટલાંક સમયથી રાજકોટ જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા ગિરનાર અને કુંકાવાવ રેવન્યુ વિસ્તારમાં સિંહોનો હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં કાયમી વસવાટ થઈ જાય તેવા નિર્દેશો રાજકોટ વન વિભાગનાં સૂત્રોએ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનાં અમૂક તાલુકાઓનો બ્રૂહદ ગીરમાં સમાવેશ કરાયો છે.જેમાં ગોંડલ તાલુકાનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ગોંડલનાં રેવન્યુ ખંભાલીડા, ધરાળા, દેરડી, કુંભાજી વિસ્તારમાં વારંવાર સિંહો આવી રહ્યા છે.હાલમાં જ છેલ્લા એકા'દ માસ દરમ્યાન ગોંડલનાં આ વિસ્તારોમાં સિંહોની અવર-જવર ખૂબજ સક્રિય બની છે ત્યારે વન વિભાગનાં સૂત્રો એવો નિર્દેશ આપી રહ્યા છે.કે ગોંડલ પંથકમાં વાતાવરણ ઉપરાંત સિંહોને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી ઉપલબ્ધ થઈ રહ્યા છે.
આથી વધીને એકા'દ વર્ષમાં આ પંથકમાં સિંહોનો કાયમી વસવાટ થઈ જાય તેવી પૂરી શકયતા છે. વનવિભાગનાં સૂત્રો એવું પણ જણાવેલ છે કે કોઈ વિસ્તારમાં, સિંહનો એક સાથે છમાસથી, વધુ રહે તો તેનો અર્થ એવો થાય છે કે તેણે સંબંધીત સ્થળને કાયમી રહેઠાણ બની લીધુ છે. ત્યારે વન વિભાગના સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે. કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઉપર મુજબની પ્રકિયા થઈ પણ રહી છે.
ગોંડલનાં ખંભાલીડા જંગલ વિસ્તારમાં છેલ્લા સાત માસથી સિંહની એક જોડીએ પડાવ નાંખ્યો છે અને આ સિંહ સાત માસથી આ એક જ સ્થળે છે. કોઈ ક જ વાર આ સિંહ જેતપુરની બોર્ડર સુધી જાય છે. પરંતુ તુરંત ખંભાલિડા આવી જાય છે. આ બાબતનો અર્થ એવો થયો કે આ સિંહો એ ખંભાલિડાના જંગલને પોતાનાં કાયમી વસવાટ માટે પસંદ કરી લીધો છે. વનવિભાગનાં અધિકારીઓ એવો નિર્દેશ પણ આપે છે કે નજીકનાં સમયમાં જ આ સિંહ જોડીનો વિસ્તાર વધશે એટલે સંભવત ખંભાલિડા પંથકમાં સિંહોનો કાયમી વસવાટ થઈ જશે.