ગુજરાતના 4.59 લાખથી વધુ મતદારોએ દબાવ્યું `નોટા`નું બટન, પસંદ ના પડ્યો કોઈ ઉમેદવાર
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના ૪.૫૯ લાખથી વધુ મતદારોની `નોટા` ઉપર પોતાની પસંદગી ઉતારીને મતદાન કર્યું. પરિણામ પર તેની કેટલાંક અંશે અસર જરૂર વર્તાઈ. જાણો કયા જિલ્લામાં સૌથી વધુ થયો નોટાનો ઉપયોગ...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ ૨.૮૮ કરોડ મત પડ્યા હતા અને તેમાંથી ૪.૫૯ લાખ મતદારોએ ‘નન ઓફ ધ અબોવ' (નોટા) ઉપર પસંદગી ઉતારીને તેમની - સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. 'નોટા' નો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યાં. ગત ટર્મ કરતા નોટાના ઉપયોગમાં 10 ટકાનો વધારો થયો હોવાનું પણ પરિણામો બાદ સામે આવ્યું.
કઇ બેઠકમાંથી કેટલા ‘નોટા’-
બેઠક NOTA
દોહોદ(ST) 34,938
છોટા ઉદેપુર (ST) 29,655
ભરૂચ 23,283
બનાસકાંઠા 22,160
ગાંધીનગર 22,005
સાબરકાંઠા 21,076
નવસારી 20,462
પંચમહાલ 20,103
ખેડા 18,824
ભાવનગર 18,765
કચ્છ(SC) 18,604
વલસાડ(ST) 18,388
પાટણ 16,722
આણંદ 15,930
રાજકોટ 15,922
જુનાગઢ 14,013
અમદાવાદ પશ્ચિમ(SC) 14,007
પોરબંદર 13,004
સુરેન્દ્રનગર 12,796
મહેસાણા 11,626
અમરેલી 11,349
જામનગર 11,084
અમદાવાદ પૂર્વ 10,503
‘નોટા' ને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. ૨૦૧૯માં ૩૧,૯૩૬ જ્યારે ૨૦૨૪માં ૩૪,૯૩૫ મતદારોએ 'નોટા' ઉપર પસંદગી ઉતારી હતી. 'નોટા'માં અન્ય એક એસટી બેઠક છોટા ઉદેપુર ૨૯૯૫૫ સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ 'નોટા'માં બારડોલી ૨૫૫૪૨ સાથે ત્રીજા, ભરૂચ ૨૩૨૮૩ સાથે ચોથા અને બનાસકાંઠા ૨૨૧૬૦ સાથે પાંચમાં સ્થાને હતું. જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા ૧૧ હજાર લોકોએ નોટા ઉપ પસંદગી ઉતારી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ૪,૦૦,૯૩૨ દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી.