ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. એક તરફ ગ્લોબલ સમિટના રસ્તે ભાજપ વિકાસ, રોજગાર અને વિદેશી રોકાણની વાત કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ સહિત બીજી પાર્ટીઓએ ભેગા થઈને બનાવેલા I.N.D.I.A સંગઠનમાં સતત ખેંચતાણ વધી રહી છે. આ ખેંચતાણની વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે. કેજરીવાલે દાવો કર્યો છેકે, ભાજપ AAP થી ડરી ગયું છે. ભાજપે આમ આદમી પાર્ટીના એક નેતાને ખરીદવા માટે રૂપિયા 100 કરોડ અને સરકારમાં મંત્રી પદ આપવા સુધીની ઓફર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  જરા દૂરથી આવ્યા છો તો જમીને જ જજો! ગુજરાતના આ મંત્રી પાસેથી શીખો, નવો ચીલો ચાતર્યો
આ પણ ખાસ વાંચોઃ  શું તમે જાણો છો કોઈપણ પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં શું પ્રાર્થના કરાય છે?

આ પણ ખાસ વાંચોઃ  ગૃહ વિભાગના પરિપત્રથી ફફડાટ! જેટલું ભેગું કર્યું છે, અધિકારીઓએ આપવો પડશે એનો હિસાબ
​આ પણ ખાસ વાંચોઃ  આ 7 સ્થળ છે ગુજરાતમાં સૌથી યુનિક અને બજેટ ફ્રેન્ડલી! ઠંડી જતા પહેલાં જરૂર જજો


અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છેકે, આદિવાસી સમુદાયનું મોટું માથું ગણાતા ભરૂચ વસાવાને કોઈપણ રીતે ભાજપ પોતાની તરફ લેવા માંગે છે. ભાજપે ચૈતર વસાવાને 100 કરોડ રૂપિયા અને મંત્રી પદ આપવાની પણ ઓફર કરી છે. રવિવારે એક જાહેર સભામાં કેજરીવાલે ભાજપ પર ભારે પ્રહાર કર્યાં હતાં. કેજરીવાલે કહ્યુકે, ચૈતર વસાવા ભાજપ ચારેય તરફથી અને તમામ રીતે દબાણ લાવી રહ્યું છે. જોકે, વસાવા બધા એશો આરામ છોડીને આદિવાસી રહેશે. જ્યારે પંજાબના સીએમ ભગવંત માને તો ભાજપની તુલના ડાકુઓ સાથે કરી છે. તેમણે કહ્યુંકે, પહેલાં ડાકુને જેમ પબ્લિકને લૂંટીને પછી સીલીન્ડરના ભાવ થોડા ઓછા કરી દેવામાં આવે છે. 


આ પણ ખાસ વાંચોઃ  આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી
આ પણ ખાસ વાંચોઃ  કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો

આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત કોઈપણ રીતે નહીં પચાવી શકે મકાન કે મિલકત! જાણો હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો


ઉલ્લેખનીય છેકે, કેજરીવાલે આ દાવો કર્યો એ પહેલાં કેજરીવાલે ભરૂચ જિલ્લાની લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી. જોકે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. કેજરીવાલે જણાવ્યું હતુંકે, ભાજપે આદિવાસી વહુ-બેટીઓને જેલમાં ધકેલીને તેમનું અપમાન કર્યું છે અને હવે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. 


આ પણ ખાસ વાંચોઃ  કિસકી મજાલ જો છેડે દિલેર કો...ગુજરાતના આ ગામની સાત સિંહો કરે છે સિક્યોરિટી!
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં નકલી દવા, નકલી નોટો, નકલી નાકા, નકલી પોલીસ બાદ નકલી જજ! બસ આ જ બાકી હતું

આ પણ ખાસ વાંચોઃ  કોણ છે એ ગુજરાતી ગાયિકા જેનું ગીત PM મોદીને પણ ખુબ ગમે છે? Photos Viral


 


મહત્ત્વનું છેકે, લોકસભાની ચૂંટણીઓમાં સીટોના બટવારાને લઈને ઈન્ડિયા સંગઠનમાં ભલે ખેંચતાણ ચાલી રહી હોય પણ આમ આદમી પાર્ટી વતી કેજરીવાલે તો ભરૂચથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરીને પોતાનો દાવ ખેલી લીધો છે. ગુજરાતની મુલાકાતે આવેલાં કેજરીવાલ પંજાબના સીએમ ભગવંત માનની સાથે ચૈતર વસાવાને જેલમાં મળવા પણ ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, વન કર્મચારીઓ સાથે મારપીટના મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. 


આ પણ ખાસ વાંચોઃ  'મારા પતિ મારી સાથે છેતરપિંડી કરે છે', તમારી સાથે પણ ક્યાંક આવું તો નથી થતું ને...?
આ પણ ખાસ વાંચોઃ  પત્ની અસંતુષ્ટ હોય તો કરે છે આવા ઈશારા, ચાણક્યની આ વાત જાણશો તો નહીં ડૂબે 'જહાજ'!
આ પણ ખાસ વાંચોઃ  પુરુષોને કેમ ગમે છે બટકી સ્ત્રીઓ? આલિંગન, એન્જોયમેન્ટ, કુંડળીના ડખ્ખા વિશે પણ જાણો