ગુજરાતમાં નકલી દવા, નકલી દાવા, નકલી નોટો, નકલી નાકા, નકલી પોલીસ બાદ નકલી જજ! આ જ બાકી હતું
ગુજરાતમાં નકલી દવા, નકલી ડોક્ટર, નકલી નેતા, નકલી દાવા, નકલી કાગળ, નકલી કચેરી, નકલી ટ્રાવેલ્સ અને નકલી ટોલનાકું, નકલી પોલીસ બાદ હવે નકલી જજ! બસ આ જ જોવાનું બાકી હતું, હવે તો જીવન ધન્ય થઈ ગયું...નકલી જજે દ્વારા ઈશ્યૂ થયેલાં નકલી વોરંટે ભાંડો ફોડ્યો. કિસ્સો જાણીને હચમચી જશો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદવાદઃ ગુજરાતમાં હાલ જે રીતે નકલીનું ચલણ ચાલ્યું છે, ચલણ એટલે પૈસા નહીં પણ પૈસા કરતા પણ ખતરનાક છે આ નકલીનું ચલણ. જ્યાં એક બાદ એક બધુ જ નકલી એટલેકે, બોગસ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ નકલી હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું હતું હવે તો જજ પણ નકલી આવ્યાં. બોલો ગુજરાતી પબ્લિક તો ધન્ય ધન્ય થઈ ગઈ, જીવનમાં બસ આટલું જ જોવાનું બાકી રહી ગયું હતું એ પણ જોઈ લીધું. નકલી જજ દ્વારા ઈશ્યૂ થયેલાં નકલી વોરંટો ફોડ્યો આ નકલી કાંડનો ભાંડો...
ડોક્ટરની દવા નકલી...નેતાઓના દાવા નકલી...બધુ જ નકલી છે!
પહેલાં દવાઓ નકલી આવી, પછી દવા આપનાર ડોક્ટરો નકલી આવ્યાં, પછી નકલી માર્કશીટ આવી, પછી નકલી ઉમેદવાર પરીક્ષા આપી ગયા, પછી નકલી પરિણામો આવ્યો, પછી નકલી દવાઓ આવી જેમાં સિરપના નામે નશો કરાતો હતો, પછી નકલી ટોકનાકું પકડાયું, આટલું પુરતું નહોંતું તો નકલી પોલીસ, નાની પોલીસ પછી અધિકારીઓ નકલી, ત્યાં સુધી કે નકલી IPS અધિકારી, CMO અને PMO માં કામ કરતા હોવાનું કહીને રોફ મારતા નકલી અધિકારીઓ, મંત્રીના નકલી પીએ, નકલી ડોક્ટરો, નકલી સરકારી કચેરીઓ આટલું બધું ગુજરાતમાં નકલી એટલે કે સાવ બોગસ હોવાનું અત્યાર સુધી સામે આવી ચુક્યું છે. નકલીમાં ગુજરાતનો નંબર આગળ વધારવા વધુ એક છલાંગ કોઈકે લગાવી છે. જેમાં હવે કોર્ટમાં નકલી જજ હોવાનું સામે આવ્યું છે. જીવનમાં બસ હવે એક આ જ જોવાનું બાકી રહી ગયું હતું. એ પણ જોઈ લીધું.
બારોબાર બિન જામીનલાયક વોરંટ ઈશ્યૂ થઈ ગયું!
એટલું જ નહીં નકલી જજના નામે નકલી વોરંટ પણ ઈશ્યૂ કરી દેવાતા આ ભાંડો ફૂટ્યો છે. જે નામના કોઈ જજ નથી તેમના નામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નકલીએ તો હવે તમામ હદ્દો વટાવી દીધી છે. સામાન્ય રીતે કહેવાય છેકે, ચાઈનાની વસ્તુઓનો કોઈ ભરોસો નહીં એ બધી નકલી હોય છે. પણ હવે તો આપણાં ગુજરાતમાં વસ્તુઓ નહીં આખાને આખા માણસો નકલી બની રહ્યાં છે, ક્યાં જઈને અટકશે આ સિલસિલો, રામ જાણે.....
ગુજરાતમાં હવે નકલી જજનો કિસ્સો ખૂલ્યોઃ
ગુજરાતમાં એક બાદ એક નકલીના કિસ્સામાં હવે નકલી જજનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં એક યુવક સામે લેબર કોર્ટમાંથી બીન જામીનલાયક વોરંટ નીકળ્યું હતું. યુવક વોરંટ લઈ કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે આવા કોઇ જજ ન હોવાનું તથા વોરંટ પણ બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવકે પોલીસ સહિતના સત્તાધિકારીઓ સમક્ષ અરજી કરી છે. આ મામલે તપાસ થાય છે કે નહીં તેની ચર્ચા છે.
જાણો શું હતો સમગ્ર નકલીનો કિસ્સો?
પ્રાપ્ત માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં રહેતા કમલેશકુમાર શંકરલાલ પટેલ સૈજપુર નજીક સુગમ કોર્પોરેશન નામથી પેઢી ચલાવતા હતા. તેમને એક કામદાર કૃષ્ણકાંત સાથે તકરાર થતા લેબર કોર્ટમાં કેસ કર્યો હતો. . જો કે, તે કેસમાં નોટરી રૂબરૂ સમાધાન કરી લીધુ હતું. જેમાં વિશાલ નામનો એડવોકેટ રોક્યો હતો. થોડા સમય પહેલાં કમલેશકુમારને પોલીસ તરીકે ઓળખ આપી ધવલકુમાર પ્રવીશભાઈ બારોટે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું શહેરકોટડ પોલીસ મથકમાંથી વાત કરું છું. તમારી સામે બિન જામીનલાયક વોરંટ છે તેથી તમે વકીલ અને જામીનદાર લઇને આવી જાવ. નહીં આવો તો અમે ગાડી લઈને લેવા આવીશું. તમારી પર ચાર કલમ લાગી છે. જો પોલીસ સ્ટેશન ન આવવું હોય તો બહાર પણ મળી લઈશું. આવું જાણવા મળ્યા બાદ કમલેશકુમારે તેમના વકીલ વિશાલને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડયો ન હતો. થોડીવાર બાદ વિશાલે ફોન કરી જણાવ્યું હતું કે, તમારું વોરંટ છે તમે મને મળજો. વોરંટ કેન્સલ કરાવવું પડશે. ત્યારબાદ વિશાલે વોરંટના બે હોટા પણ વોટ્સ એપ મારફતે મોકલી સા આપ્યાહતા. જે ચેક કરતા તેમાં અંગ્રેજમાં ચે લેબર કોર્ટ અને રાજચિહ્ન વાળો સ્ટેમ્પ હતો. ઉપરાંત જજનું નામ એચ.એ.ચૌહાણ એડિશન ચીફ જ્યુડિશિલ મેજિસ્ટ્રેટ લેબર કોર્ટ લખેલું હતું.
જામીનદારને લઇ લેબર કોર્ટમાં પહોંચ્યા હતા, જે કોર્ટનું વોરંટ હતુ ત્યાં પહોંચ્યા તો ત્યાં જજનું નામ બીજુ લખેલું હતું. ત્યાં બોર્ડ પર લગાવેલ કેસો ચેક કરતા કમલેશકુમારનો કોઇ કેસ જ ન હતો. જેથી કમલેશકુમારે સ્ટાહને વોરંટનો હોટો ફોનમાં બતાવતા આવો કોઇ કેસ ત્યાં ચાલતો જ ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત એચ.એ. ચૌહાણ નામના કોઈ જજ લેબર કોર્ટમાં ન હોવાનું પણ જણાવ્યું હતું. જેથી એડવોકેટ સાથે કમલેશકુમાર ત્યાં સાતમાં માળે આવેલ લેબર કોર્ટમાં ગયા હતા અને જજને વોરંટ બતાવ્યું હતું. જજે જણાવ્યું હતું કે, આ કેસ અહીં ચાલતો નથી. આ સહી મેં કરી નથી. જે વોરંટ ઇશ્યૂ થાય છે તેમાં રાજચિહ્ન વોટર માર્ક હોતો નથી. આ વોરંટ સાદા કાગળ ઉપર સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. જેથી એડવોકેટે ઈ કોર્ટ એપ્લિકેશનમાં કેસો અંગે ચેક કરતા કોઈ જ કેસ નીકળ્યો ન હતો. જેથી આ મામલે ક્રાઈમ બ્રાન્ચ, – કારંજ પોલીસ ઇન્સ્પેક્ટર, ડીસીપી, વિજિલન્સ રજિસ્ટ્રાર ગુજરાત હાઇકોર્ટ ને સહિતની જગ્યાએ અરજી કરી છે.
એડવોકેટ કૃણાલ ભાવસારે પોલીસ તરીકે ઓળખ આપનાર ધવલને ફોન કરી જણાવ્યું હતું કે, કમલેશકુમારનું બિન જામીનલાયક વોરંટ રદ કરાવવા અમે આવ્યા છીએ અને આજની તારીખ પણ છે પરંતુ તે કેસ બોર્ડ પર નથી અને આવા કોઇ જજ પણ નથી. જેથી ધવલે જણાવ્યું હતું કે, કમલેશકુમારને ગાયકવાડ હવેલી મોકલી દો. જો તે નહીં આવે તો સાંજે ગાડી લેવા માટે ઘરે આવશે, જેથી એડવોકેટે પૃચ્છા કરી હતી કે તેમની જરૂર શું છે ત્યારે ધવલે જણાવ્યું હતું કે, ધરપકડ કરવાની છે. ગાયકવાડ પોલીસ મથક આવી જાવ બધું ખબર પડી જશે.
કમલેશના એડવોકેટ કૃણાલ ભાવસારે જણાવ્યુંકે, તપાસ બાદ ફરિયાદ થવી જોઈએ. વોરંટ બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં જ જણાઇ આવે છે. જેમાં જજની સહી પણ બોગસ કરવામાં આવી છે. આ મામલે અમે જુદી જુદી જગ્યાએ અરજીઓ કરી છે. જેમાં તપાસ બાદ ફરિયાદ થવી જોઇએ. આ રીતે બોગસ વોરંટ મોકલી પૈસા પડાવવાનો ખેલ હોવાની પણ શક્યતાઓ છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો તથ્ય બહાર આવે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે