ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાંથી ભાજપ કોને ચૂંટણી લડાવશે રાજ્યસભા માટે તેના નામે ની જાહેરાત થઈ ચુકી છે. ગુજરાતમાં કોની કોની લોટરી લાગી છે તે પણ જાણીશું. 
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી એટલે કે આજથી થશે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.


રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડા ગુજરાતથી રાજ્યસભામાં જશે. બીજી તરફ લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના સાંસદ બનશે. બક્ષી મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાત ના અગ્રણી મયંક નાયક ને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. જ્યારે મધ્ય ગુજરાત ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભામાં જશે. ઉલ્લેખનીય છેકે, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ અયોધ્યામાં બનેલાં રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.