બોટકાંડમાં SITએ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારની છત્તીસગઢથી કરી ધરપકડ
વડોદરામાં થયેલાં હરણી લેક બોટકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં. SITએ આ કેસના મહત્ત્વના આરોપી એવા ગોપાલ શાહની છત્તીસગઢથી કરી ધરપકડ કરી લીધી છે. કોર્પોરેશનનો પૂર્વ TDO અને કોટિયાનો છે ભાગીદાર. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.
જયંતી સોલંકી, વડોદરાઃ વડોદરામાં થયેલાં ચકચારી બોટકાંડમાં મોટી અપડેટ સામે આવી છે. વડોદરા હરણી લેક દુર્ઘટનામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ કેસની તપાસ માટે રાજ્ય સરકાર દ્નારા નિમાયેલી SIT એટલેકે, સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને ખુબ જ મોટી સફળતા હાથ લાગી છે. એસાઈટીની ટીમે ઘટના બાદ નાસતા ફરતા આરોપીને છત્તીસગઢથી દબોચી લીધો છે. એસઆઈટી દ્વારા આ કેસના મહત્ત્વના ગણાતા આરોપી એવા કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર ગોપાલ શાહની ધરપકડ છત્તીસગઢથી ધરપકડ કરી છે. કોર્પોરેશનનો પૂર્વ TDO અને કોટિયાનો છે ભાગીદાર.
અત્યાર સુધી બોટકાંડમાં પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી શકી છે. હજુ પણ કેટલાંક આરોપીઓ ફરાર છે. જ્યારે મુખ્ય આરોપી તો હજુ પણ પોલીસ ગિરફ્તથી દૂર છે. આ કેસમાં નાના મોટા કુલ કુલ 19 જેટલાં આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી પરેશ શાહ પોલીસ પકડથી દૂર છે. 8 આરોપીઓને એસાઈટીની ટીમે ઝડપી પાડ્યાં છે. કોર્પોરેશનના પૂર્વ ડીડીઓની ધરપકડ કરવામાં આવી છે. રહી રહીને કોર્પોરેશ જાગી રહ્યું છે. ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી વડોદરાની હાલત છે.
બોટકાંડ બાદ વડોદરા મનપાનો મોટો નિર્ણયઃ
વડોદરાની હરણી લેક બોટ દુર્ઘટના બાદ પાલિકાની ઊંઘ જાણે ઉડી છે. પાલિકાએ આનંદ પ્રમોદ માટેના સાધનો માટે NOC લેવા તાકીદ કરી છે. જ્યાં NOC નથી ત્યાં રાઈડ નહીં ચલાવી શકાય. મ્યુસિપલ કમિશનર દિલીપ રાણાએ અધિકારીઓને આ મામલે સઘન તપાસ કરવા સૂચના આપી છે. અને સાથે કહ્યું છે કે, જેનો વોરંટી પીરિયડ પુરો થઈ ગયો હોય તેવા મનોરંજનના સાધનો બંધ કરવામાં આવે. શહેરમાં જ્યાં જ્યાં રાઈડ્સ ચાલતી હોય ત્યાં તપાસ કરવા સૂચના અપાઈ છે. સાથે જ દુર્ઘટના બાદ શિક્ષણ સમિતિએ બાળ મેળામાં દર વખતે જે હોય છે તે એડવેન્ચર ઝોન રદ કર્યો છે. સલામતિના ભાગ રૂપે આ મેળામાં એડવેન્ચર ઝોન ન રાખવાનો નિર્ણય થયો છે.
આ સમગ્ર મામલામાં વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. રાઈડોની એનઓસી છેકે, નહીં તેની તપાસ કરવાની સુચના આપવામાં આવી છે. તેના ફિજિકલ તપાસનું સર્ટિ છેકે, નહીં તેની પણ તપાસ કરાશે. રાઈડ્સ ધરાવતા તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાશે તેવા પણ આદેશ કરવામાં આવ્યાં છે. કોટિયા કંપનીના ભાગીદારની ગુજરાતની એસઆઈટી દ્વારા છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી છે.