નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર જિલ્લામાં ચોમાસા બાદ સમયાંતરે થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, શિયાળુ અને ઉનાળુ પાક માવઠા ના કારણે બરબાદ થઈ ગયો છે, સરકાર દ્વારા અગાઉ માવઠા દરમ્યાન સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ તેની રકમ પણ હજુ નથી ચૂકવાઈ ત્યાં ફરી આવેલા માવઠા ના મારે ખેડૂતોની કમર ભાંગી નાખી છે, છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહેલા માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે, વારંવાર થઈ રહેલા માવઠા ને કારણે ખેડૂતોના ઉત્પાદન પર પણ માઠી અસર થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી

 


શિયાળુ પાક દરમ્યાન થયેલા નુકશાનની સહાય પણ હજુ સુધી મળી નથી ત્યાં ફરી આવેલા માવઠાના કારણે ખેડૂતોને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બને એમ લાગી રહ્યું છે, ત્યારે વહેલી તકે નુકશાન નું વળતર ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરની સાથે ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 4-5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો એ વાવેલા તલ, બાજરી, જુવાર, શાકભાજી તેમજ બાગાયતી પાકોમાં આંબા અને કેળ ના પાકને વ્યાપક નુકશાન થયું છે.


આ પણ ખાસ વાંચોઃ  BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી
આ પણ ખાસ વાંચોઃ  સી પ્લેન અંગે આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે તમારું મન! સરકાર કરી રહી છે મોટી વિચારણા


ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામના ખેડૂત દશરથસિંહ ગોહિલે પોતાની વાડીમાં તલ, શાકભાજી અને બાગાયતી પાકોમાં આંબા નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, જોકે અચાનક વરસી પડેલા કમોસમી વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે, ધોધમાર વરસાદ સાથે આવેલા ભારે પવનના કારણે કેરીનો ફાલ ખરી પડ્યો હતો, જે આંબા માથી અંદાજે દસ મણ કેરી ઉતારવા ની આશા રાખી હતી.


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?


તેમાંથી હવે માત્ર 15 થી 20 કિલો કેરીનો ઉતારો થાય એવી શક્યતા છે, ઉપરથી કમોસમી વરસાદના કારણે કેરી પકવવા માટે પાવડર રૂપી કુદરતી સફેદ આવરણ પણ દૂર થઈ જતાં કેરી પકવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે એવી ખેડૂત દશરથસિંહે જણાવ્યું હતું, તેમજ વધારે પડતા વરસાદ ના કારણે શાકભાજી નો ફાલ પીળો પડી જતાં મજૂરો બોલાવી તેને વાડી માથી દૂર કર્યા હતા, જ્યારે તલ નો પાક પણ પલળી જતાં ઉપજ પર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે.


આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


શિયાળુ પાક લણવા ના સમયે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં સતત એક અઠવાડિયા સુધી પંથકમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે મોટાભાગનો શિયાળુ પાક નષ્ટ થઈ ગયો હતો, ખેડુતોના પાકને વ્યાપક નુકશાન જતાં સરકાર દ્વારા વળતર સહાય ચૂકવવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ તેનું વળતર હજુ ખેડૂતોના ખાતા માં પડ્યું પણ નથી ત્યાં ફરી ઉનાળુ પાક ને કમોસમી વરસાદે ઘમરોળી નાખ્યો છે, ત્યારે સરકાર વહેલી તકે રીસર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવી આપે એવી માંગ કરવામાં આવી છે.


આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  
ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
આ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ  iPhone 15 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો! કરોડો યુઝર્સને પડી જશે મોજ