અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત, બધુ થઈ જશે ખેદાન-મેદાન

Cyclone Mocha: હવામાન વિભાગ (IMD) એ મેના બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં 'મોચા' નામનું ચક્રવાત બનવાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થવાની પ્રબળ સંભાવના છે.

અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત, બધુ થઈ જશે ખેદાન-મેદાન

સપના શર્મા, અમદાવાદઃ બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મે ના અંતમાં આવશે ચક્રવાત. હવામાન વિભાગે કરેલી આ આગાહીના કારણે હાલ ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે, આ વખતે આ ચક્રવાતથી ગુજરાતને પણ સીધો ખતરો થઈ શકે તેમ છે. બંગાળના અખાતમાં આવનારા મોચા ચક્રવાતને લઇ આગાહીકાર અંબાલાલ પટેલ સાથે ઝી 24 કલાકની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી છે. જેમાં આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ચક્રવાત ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાવશે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર આ ચક્રવાત સંકટ લાવી શકે છે. આગામી તારીખ 10 થી 18 મે વચ્ચે આ ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેને કારણે ગુજરાતમાં ભારે નુકસાની થઈ શકે છે. ખાસ કરીને આ ચક્રવાતની બીજી અસર એવી પણ થશે કે જે અરબસાગરનો ભેજ શોષી લઈ ગુજરાતમાં ગરમીનો અનુભવ કરાવશે. આ સમયે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીની ઉપર જવાની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મે ના અંતમાં ચક્રવાત આવશે. ચક્રવાતને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મે મહિનાના અંતથી જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં ગુજરાત ઉપર ચક્રવાતની અસર વર્તાશે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લાવશે. નહીંતર દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને આવશે.

ઉલ્લેખનીય છેકે, આ ચક્રવાતને પગલે ઓડિશા સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news