અલકેશ રાવ/બનાસકાંઠા :માતૃપ્રેમ માત્ર માણસો જ છલકાવે એવુ કોણ કહે. ક્યારેક પ્રાણીઓ પણ માતૃપ્રેમની એવી ભાષા સમજાવી જાય તે માણસો કરતા પણ સવાઈ સાબિત થાય છે. ગુજરાતમાં એક એવી ઘટનાનો વીડિયો (viral video) સામે આવ્યો છે, જેમાં એક વાનરનું નાનકડુ બચ્ચુ માતૃપ્રેમની પરિભાષા સમજાવી ગયું. માતાનું મોત થયું તો બાળ વાનર ભેટી રડી પડ્યુ હતું. તેના બાદ તે ટેડી બિયરને વળગીને રડતુ રહ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં જિલ્લામાં વાનરના બચ્ચાના માતૃ પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી નજીકનો હોવાનું ચર્ચાય છે. કૃષિ યુનિવર્સિટીના ગેટ નજીક વીજપોલ પર બેઠેલા બાળ વાનર અને તેની માતાને વીજ કરંટ લાગ્યો હતો. ઘટના દરમ્યાન બાળ વાનરની માતાનું મોત થયું તો બાળ વાનરને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધુ હતું. 



વીજપોલ પર બેઠેલું માદા વાનર વીજ કરંટથી મોતને ભેટતા બાળ વાનરનો માતૃ પ્રેમ જોઈ સૌ કોઈનુ હૃદય દ્રવી ઉઠ્યુ હતું. વીડિયોમાં મૃતક માતાને ચોંટીને બાળ વાનગર પ્રેમ પ્રદર્શિત કરતુ રહ્યું હતું. તે ત્યાંથી હટવા તૈયાર ન હતું. બાળ વાનર મૃતક માતાની અંતિમ ક્રિયા બાદ પણ ટેડી બિયરને જ માતા સમજી ચોંટી રહ્યુ હતું. મૃતક માતા સાથે લાગણી પ્રદર્શિત કરતા બાળ વાનરને જોઈ સૌ કોઈના દિલ દ્રવી ઊઠ્યા હતા. લાગણીસભર દ્રશ્યોથી સૌ કૌઈ જોઈ રહ્યા હતા.