ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે દેશના સૌથી મોટો ઉદ્યોગપતિના રાજકુંવરનો પ્રી-વેડિંગ સમારોહ. અહીં વાત થઈ રહી છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની. હાલમાં જ યોજાયેલી ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ મંચ પરથી કહ્યું હતુંકે, ગુજરાત મારા પિતાની અને મારી કર્મભૂમિ છે. તેથી રિલાયન્સ હંમેશાથી એક ગુજરાતી કંપની તરીકે જ ઓળખાશે. ત્યારે હવે આ પરિવારમાં જ્યારે પ્રસંગ આવ્યો છે તો તેઓ ગુજરાત અને પોતાના વતનને કઈ રીતે ભૂલી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણી પરિવારને આંગણે અવસરઃ
મુકેશ અંબાણીએ પોતાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન પણ ગુજરાતમાં પોતાના વતન જામનગરમાં રાખ્યું છે. જેને લઈને હાલ જામનગરમાં ભારે જમાવટ જોવા મળી રહી છે. જામનગરની મોટાભાગની હોટલો આ સમારોહને કારણે ફૂલ જોવા મળી રહી છે. 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફંકશનમાં સામેલ થવા માટે દેશ-વિદેશની હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્રણ દિવસ દરમિયાન જામનગરમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના મહેમાનો પધારવાના છે ત્યારે જામનગર અને આસપાસની મોટાભાગની હોટલ-રિસોર્ટ બુક કરી દેવામાં આવ્યા છે. 


મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આવવાના હોવાથી હાલ જામનગરનો રંગ બદલાયેલો છે. આ ભવ્ય સમારોહની હાલ જામનગરમાં ભારે તૈયારીઓ થઈ રહી છે. એ જ કારણ છેકે, જામનગરમાં હાલ મોટાભાગની મોટી હોટલો અને રિસોર્ટ પહેલાંથી જ હાઉસફૂલ થઈ ગયા છે. 


હોટલો દ્વારા મહેમાનો સામે કરાઈ ખાસ વ્યવસ્થાઃ
મુકેશ અંબાણીને ત્યાં આવનારા મહેમાનોને ધ્યાનમાં રાખીને વિવિધ હોટલો દ્વારા મેનૂ નક્કી કરવામાં આવ્યાં છે. 1 થી 3 માર્ચ દરમિયાન મોટાભાગના ઈન્ટરનેશનલ અને દેશના ડેલિગેટ્સ આવવાના છે. જેમાં મોટી કંપનીના સેક્રેટરી, મેનેજરનું બુકિંગ કરવામાં આવ્યાં છે. મહેમાનોની સુવિધા માટે અલગ અલગ હોટલોએ સ્પેશિયલ મેન્યૂ ડિઝાઈન કર્યું છે. મહેમાનો માટે અમારે ત્યાં સ્વીમીંગ પુલ, જીમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.


આ હોટલો છે હાઉસફૂલઃ
અનંત અંબાણીના પ્રિવેડિંગ ફંકશનના કારણે જામનગરની પ્રસિદ્ધ સયાજી હોટલ 25થી 3 માર્ચ સુધી હાઉસફૂલ છે. પ્રિવેડિંગ ફંકશનમાં હાજરી આપવા આવનારા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ, ઈન્ટરનેશનલ સેફ, ઉદ્યોગપતિઓ અને સિક્યુરિટી એજન્સીના લોકો માટે બુક કરાવવામાં આવી છે. બીજી તરફ હોટલ 5 માર્ચ સુધી કંપની દ્વારા બુક કરવામાં આવી છે. જ્યારે જામનગર સ્થિત હોટલ ફર્ન રેસિડેન્સીના જનરલ મેનેજર જ્હોને પણ જામનગરમાં રિલાયન્સ પરિવારના પ્રિવેડિંગ ફંકશનના કારણે પોતાની હોટલ 9 માર્ચ સુધી ફૂલ રહેશે.