ઝી બ્યૂરો, અમદાવાદઃ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારથી ધ કેરાલ સરકાર ધ્રુજી છે. આ મામલે CMએ રિપોર્ટ માગ્યો છે. PM મોદીની મુલાકાત પહેલાં ભાજપના ધારાસભ્યના ધડાકાથી પાણી પુરવઠા વિભાગ બચાવની સ્થિતિમાં આવી ગયું છે. સરકારની મહત્વાકાંક્ષીયોજના નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપથી સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. આ આક્ષેપ વિરોધ પક્ષો નહીં પણ ભાજપના ઉપાધ્યક્ષે કરતાં ભાજપ ભીંસમાં મૂકાઈ ગઈ છે. આ બાબત કેબિનેટમાં પણ ચર્ચાઈ હતી. સરકાર આ મામલે વધુ ભરાય એ પહેલાં ગુજરાત સરકારે આ બાબતે રિપોર્ટ માગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી મંડળની બેઠકમાં પણ આ નલ સે  જલ યોજનાની ચર્ચા થઈ હતી. ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે  વાસ્મોની કામગીરી મામલે સવાલો ઉઠાવતાં પાણી પુરવઠા વિભાગથી લઇને સચિવાલયમાં આ મામલો ચર્ચામાં આવ્યો છે. ભરવાડે જે આક્ષેપો કર્યા તેમાં ૨૦૨૨માં શહેરા વિસ્તારમાં કામ નહીં થવા સમયે પાણી પુરવઠા મંત્રી તરીકે ઋષિકેશ પટેલ હતા. 


મંત્રી મંડળની આ બેઠકમાં આ મામલો ચર્ચાયો હોવા છતાં પ્રવક્તા ઋષિકેશ પટેલ કે હાલના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ મામલે ચૂપકીદી સાધી લીધી છે. મોદી ગુજરાત આવી રહ્યાં છે એ પહેલાં સરકારી યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ભાજપના નેતાઓ ફફડી રહ્યાં છે. પાણી પુરવઠા બોર્ડે આ મામલે ખુલાસા કર્યા હોવા છતાં આ બાબત ઘણાને ગળે ઉતરી નથી. સરકારે ખુલાસો કર્યો છે કે પંચમહાલ જિલ્લાના 631 ગામ અને 768 ફળિયા મળી નલ સે જલ યોજનામાં કુલ 1399 વસાહતોનો સમાવેશ કરાયો છે. આ મામલે પાણી પુરવઠા વિભાગે પાણી ન પહોંચવા મામલે ખુલાસા પણ કર્યા છે. ભાજપના જ નેતાએ સરકારી યોજના સામે સવાલો ઉઠાવતાં સરકાર ફિક્સમાં મૂકાઈ છે.