રવિ અગ્રવાલ, વડોદરાઃ અરજદારો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને પોતાનાં ચપ્પલ ભલે ઘસી નાખે પરંતુ બેઈમાન બાબુઓને બક્ષીસ ના ધરાવાય તો જનતાનું એક પણ કામ થતું નથી. આવા ભ્રષ્ટાચારી બાબુઓ સરકારી કચેરીઓ બહાર પોતાના એજન્ટોને બેસાડે છે. આ એજન્ટો મજબૂર લોકો પાસેથી ચારથી પાંચ હજાર રૂપિયા પડાવી રહ્યા છે. સરકાર ભલે સુશાસન અને પારદર્શક વહીવટના દાવા કરતી હોય, સરકારની આંખોમાં ધૂળ નાખીને ભ્રષ્ટ તંત્ર ધોળા દિવસે લોકોનાં ખિસ્સાં કાપી રહ્યું છે અને જનતા લૂંટાઈ રહી છે. જરા જુઓ વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં કયા એજન્ટો ધોળા દિવસે ચલાવી રહ્યા છે લૂંટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર ભલે સેવાસેતુનું આયોજન કરીને પોતાની છબીને ચળકાવવાનો પ્રયાસ કરે પરંતુ ભ્રષ્ટાચારે એવી માઝા મૂકી છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ બાબુઓએ જ પોતાના એજન્ટોને બેસાડી દીધા છે. માંજલપુર કચેરી બહાર પહેલાં અમારો ભેટો થયો હરીશ નામના એજન્ટ સાથે. જુઓ કેવી રીતે ચાલી રહ્યો છે લૂંટનો ખેલ. માંજલપુર કચેરીમાં જ આ ભાઈ-બહેનની જોડી અરજદારો પાસેથી સરકારી કામના રૂપિયા ઉઘરાવે છે અને તેમાંથી મોટો ભાગ મામલતદાર કચેરીમાં બેઠા ભ્રષ્ટ અધિકારીઓ સુધી પહોંચે છે. જો તમને માન્યામાં ના આવતું હોય તો જુઓ આ બીજું સ્ટિંગ ઓપેરશન.


માંજલપુર મામલતદાર કચેરી - એજન્ટ હેમાક્ષીબેન:
- એક જ ધક્કામાં નીકળી જશે રાશનકાર્ડ
- બધા જ ડોક્યુમેન્ટ ફરજિયાત જોશે તો જ રાશનકાર્ડ નીકળશે 
- એજન્ટ પોતાના નામ અને નંબરનું કાર્ડ જે તે અરજદારને સ્ટિંગમાં આપે છે 
- પહેલા કીધું રાશનકાર્ડ વહેલું ના નીકળે, એક મહિનો થાય, બાદમાં કહ્યું 20 દિવસમાં કઢાવી આપીશ. 
- છેલ્લા 20 વર્ષથી અહીંયા કામ કરું છું
- રાશનકાર્ડ ક્યારે નીકળશે પૂછવું હોય તો ઉપર રાશનકાર્ડની ઑફિસમાં જાવો, સાહેબને પૂછી આવો. 
- એજન્ટ સ્ટિંગમાં બીજા અરજદારને પૂછે છે કે કામ હોય તો કહો, હું કરી આપીશ 
- રાશનકાર્ડ બનાવવા માટે 3000 રૂપિયા ચાર્જ થશે 

માંજલપુર મામલતદાર કચેરી - એજન્ટ હેમાક્ષીબેન:
- 1 મહિનામાં રાશનકાર્ડ નીકળી જશે 
- રાશનકાર્ડ કાઢવામાં ઉતાવળ છે? તો 5000 જેટલો ખર્ચ થશે, જેમાં ભાડા કરાર તમે કરાવી લેજો. 
- 20 દિવસમાં કાઢી આપીશ રાશનકાર્ડ 
- એક ધક્કો જ ખાવો પડે, ધક્કા વગર નીકળવાના જ રૂપિયા છે
- કાયદેસર રીતે પણ રાશનકાર્ડ 15-20 દિવસમાં નીકળી જાય. 
- રૂપિયા અમને જ બધા આપવાના, અમે બધું જોઈ લઈશું
- ચાર્જ ઓછો લેવાનું કહેતા છેલ્લે 3500 રૂ. માં રાશનકાર્ડ કરી આપીશ એમ કહ્યું 
- તમારે પાવતી ફડાવવા આવવું પડશે
- અમે ડુપ્લીકેટ નથી કરતા, નર્મદા ભુવનમાં બોગસ ચાલે છે


અમદાવાદના એજન્ટોનો પર્દાફાશઃ
અમદવાદ કલેક્ટર કચેરી બહાર એજન્ટ રાજ
સરકારી ડોક્યુમેન્ટ માટે રૂપિયા લઇ કરે છે કામ
એજન્ટ તૃપ્તીબેન નો દાવો
આવકનો દાખલો,રેશન કાર્ડ અને આયુષ્યમાન કાઢી આપવામાં આવશે
ત્રણથી ચાર દિવસમાં આવકનો દાખલો મળી જાય
આવકનો દાખલો કઢાવવા માટે 2000 રૂપિયા
એરીયા પ્રમાણે દાખલો અને રેશન કાર્ડ  બનાવવાના રૂપિયા
રેશનકાર્ડ બનાવવા માટે 5000 રૂપિયા
પણ તેમા વ્યાજબી કરી આપીશુ
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જિગ્નેશ ભાઇનો સંપર્ક કરવો
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે 700 રૂપિયા
એક વ્યક્તિના 700 રૂપિયા લાગે
તમામ ડોક્યુમેન્ટ માટે આધાર કાર્ડ અને સરકારી પુરાવા જરૂરી 

અમદાવાદના એજન્ટ જિજ્ઞેશ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત:
રેશનકાર્ડ  આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ માટેના અલગ ચાર્જ
રેશનકાર્ડ માટે 5000
આવકનો દાખલો 2000 અને પ્રત્યેક વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે 700 રૂપિયા 

અમદાવાદના એજન્ટ હેતલ નો દાવો:
વિસ્તાર પ્રમાણે આવકના દાખલના રૂપિયા અલગ અલગ થાય
તમે થલતેજ થી આવો છો તો વધારે રૂપિયા પડાવશે
2000 આવકના દાખલના થશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમે જનતા માટે સચિવાલયનાં દ્વાર ખોલી નાખ્યાં છે પરંતુ સરકારી કચેરીઓમાં તો ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્ટોનું જ રાજ ચાલી રહ્યું છે. અહીં આમ જનતાને પોતાનું કામ કરાવવા માટે નેવાનાં પાણી મોભે ચડાવવાં પડે છે. કોઈ સામાન્ય વ્યક્તિનો પગાર મહિને 15 હજાર રૂપિયા છે અને તેને સરકારી કામ કરાવવું છે તો તેના પગારનો 33 ટકા હિસ્સો લાંચ લેવા માટે, અધિકારીઓએ બેસાડેલા આ એજન્ટોને આપવો પડશે. જો પ્રસાદી નહીં ધરાવવામાં આવે તો કામ થવાની કોઈ ગેરંટી નથી. મસમોટો તોતિંગ પગાર લેતા નઘરોળ અને પાપી અધિકારીઓ પ્રજાના પરસેવાની કમાણીમાંથી પણ લૂંટ ચલાવી રહ્યા છે. જ્યાં સુધી સરકાર આ એજન્ટો અને ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં નહીં ધકેલે ત્યાં સુધી જનતા આવી રીતે જ લૂંટાતી રહેશે.