ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં મસમોટા આંદોલનો બાદ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામતનું કોકડું હજું પણ ગૂંચવાયેલું છે. આંદોલનો બાદ કોને કેટલી અનામત મળશે તે અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરવાનું હતું. જોકે, હજુ પણ આ સ્થિતિમાં સુધારો થયો નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીને અનામત મળી રહે તે માટે નિમાયેલાં ઝવેરીપંચે તા.12મી માર્ચ આખરી મુદ્દત હોવા છતાંય સરકારને રિપોર્ટ સુપરત કર્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ઓબીસીને વસ્તીના આધારે કેટલા ટકા અનામત આપવી તે અંગે ૯૦ દિવસમાં સરકારને રિપોર્ટ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીને અનામત સુપરત કરવાની જાહેરાત કરાઇ હતી પણ આજે દસેક મહિના વિતવા છતાં હજુ સુધી રિપોર્ટના કોઈ ઠેકાણાં નથી. અનામતના રિપોર્ટના વિલંબના કારણે પંચાયતો- નથી. રાજ્યમાં ઓબીસીને વસ્તી આધારે કેટલા ટકા પાલિકાઓની ચૂંટણીઓ અટવાઇ પડી છે.


સ્થિતિ એવી ઉભી થઈ છેકે, દસ મહિના વીત્યા છતાં રિપોર્ટના ઠેકાણાં નહીં,૭ હજાર પંચાયત,૧૭ તા.પંચાયત અને ૭૧ પાલિકાઓમાં વહીવટદારો નિમવા પડ્યા છે. પંચાયત-પાલિકામાં ઓબીસી અનામત મુદ્દે સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો છતાંય ગુજરાત સરકારે દસ વર્ષ બાદ પણ આ મામલે કોઇ કાર્યવાહી જ કરી ન હતી. વર્ષ ૨૦૨૧માં સુપ્રિમે ફરી આદેશ કર્યો ત્યારે પણ સરકારે સમગ્ર મામલે અનદેખી કરી હતી. છેવટે જુલાઈ 2022માં ઝવેરી પંચ નિમ્યુ હતું. તે વખતે જાહેરાત કરાઈ હતીકે, ઓબીસીને કેટલાં ટકા અનામત આપવી તે અંગે માત્ર 90 દિવસોમાં જ સરકાર દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. તેની આખરી મુદ્દત 12મી માર્ચે પુરી થઈ ગઈ હોવા છતાં હજુ પણ આ મુદ્દાનો નિવેડો આવ્યો નથી. ત્યારે ગ્રામ પંચાયતો દીઠ 25 ટકા અનામત અપાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 


ઉલ્લેખનીય છેકે, નિયમાનુસાર જો પંચ રિપોર્ટ સુપરત કરે તો રાજ્ય ચૂંટણી પંચે 70 દિવસમાં જ ચૂંટણી યોજવી ફરજિયાત છે. રાજ્ય સરકાર પણ લોકસભાની ચૂંટણી થાય તે પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ જાય તેવું ઈચ્છે છે. જોકે, અત્યારે તો ત્યાં પંચાયતો અને પાલિકાઓમાં વહીવટદારોનું રાજ છે.