પ્રેમલ ત્રિવેદી, પાટણઃ ગુજરાતના પાટણ જિલ્લાનાં બનેલી વિચિત્ર ઘટનાને પગલે હાલ એક નવી દહેશત ઉભી થઈ છે. તંત્રમાં પણ આ ઘટનાને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ જિલ્લામાં આવેલાં રાધનપુરના મહેમદાવાદ ગામમાં એક સાથે 18 પશુઓના મોત નિપજ્યાં છે. જેમાં માં આ પશુઓના મોત જે રીતે થયા તે અંગે વાત કરતા પણ ખેડૂતો ડરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એવું કે અહીં ખેતરમાં પશુઓ નિયમિત રોજની જેમ ઘાસચારો ચરી રહ્યાં હતાં. અને અચાનક જ ધ્રુજારી આવતા ઘેટાંઓ ખેતરમાં ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યાં. આ અંગે ખેડૂતે આપેલી માહિતી મુજબ પશુપાલક 30 જેટલાં પશુઓને લને ખેતરમાં ઢોર ચરાવવા ગયો હતો. એ દરમિયાન અચાનક જ આ ઘટના બની હતી. 


જેમાં ખેતરમાં પશુઓ ઘાસચારો ચરી રહ્યાં હતાં એ સમયે જ અચાનક ઘેટાંઓના શરીર ધ્રુજવા લાગ્યાં. પશુપાલક કે સ્થાનિક ખેડૂત હજુ તો કંઈક સમજે એ પહેલાં જ એક બાદ એક ટપોટપ ઘેટાંઓ ખેતરમાં જ ઢળી પડ્યાં. મહેમદાવાદના પશુપાલક જાયમલભાઈ રબારીના આ ઘેટાં બકરા હતાં. એકસાથે 18 જેટલાં ઘેટા ના મોત થતા પશુ પાલક જાયમલ રબારી ઉપર આભ ટુટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. એરંડા ના ખેતર માં ઘાસચારો ચરતા મેણો આવતા ઘેટાના મોત થતા પશુ પાલકનું ગુજરાન ચલાવવાનું સાધન જ છીનવાઈ ગયું છે. તંત્રને આ વાતની જાણ જતાં હાલ પશુપાલક વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આવું કેમ બન્યુ તેનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.