ગજબ છે પાટીદારો! એશિયા બુકમાં નોંધાવ્યો એવો રેકોર્ડ કે હવે ભાગ્યે જ કોઈ એને તોડી શકશે
કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે નખત્રાણામાં ભવ્ય ભક્તિમય વાતાવરણમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ અખિલ કચ્છ કડવા પાટીદારો એ શંખનાદ કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો 851 પાટીદારોએ એશિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનો રેકોર્ડ નોંધાવ્યો. શતાબ્દી મહોત્સવના પ્રારંભે 851 લોકો એ કર્યો શંખનાદ. 1200 લોકો એ આ કાર્યક્મમાં ભાગ લીધો હતો. 11 સેકન્ડ ને 11 વખત કરાયો શંખનાદ. ઇન્ડીયા બુક્સ ઓફ રેકોર્ડ પણ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો 5 દિવસ ના મહોત્સવ માં હજારો પાટીદારો સમગ્ર ભારત માંથી ભાગ લેશે. નખત્રાણામાં સામૂહિક શંખનાદ સાથે સનાતની જય ઘોષ થયો. દેશભરના કડવા પાટીદારો આ ‘સનાતની શતાબ્દી મહોત્સવ’માં ઉમટ્યા હતાં. જ્યા ભવ્ય શોભાયાત્રામાં 25 ઝોનના ટેબ્લો જોડાયા હતા. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પાંચ દિવસીય સનાતની શતાબ્દી મહોત્સવનો શંખનાદથી પ્રારંભ મહોત્સવમાં ભાગ લેવા ઉમટી પડેલા ભારતભરના કડવા પાટીદારોથી સમગ્ર નખત્રાણા ગામ સનાતની રંગે રંગાયું હતું.
કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે નખત્રાણામાં ભવ્ય ભક્તિમય વાતાવરણમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં ભારતના જુદાં જુદાં રાજ્યોની વેશભૂષા અને સંસ્કૃતિની ઝાંખીઓએ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ભવ્ય શોભાયાત્રામાં 11 જેટલા સનાતની ઘોડા જોડ્યા હતા તો ઊંટગાડી સહિત 200થી પણ વધારે શણગારેલા વાહનોના સ્લોટ, 30 થી પણ વધારે જુદી જુદી બેન્ડ પાર્ટીઓ, ભજન મંડળીઓ જોડાઈ હતી.તો નાસિક ઢોલના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા.
આ શોભાયાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હંસ, ટેન્ક, શંખ, હિંડોળા, લક્ષ્મી નારાયણ મંદિર, રામરથ, વૃંદાવન રથ, કૈલાસ પર્વત, રાજહંસ, લાલ કિલ્લો, કમળ, હિમાલય, ગરુડ ઉપરાંત શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ સહિતની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. તો ભારતના જુદાં જુદાં રાજ્યોની વેશભૂષા અને સંસ્કૃતિની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. 25 હજાર થી વધુ પાટીદાર સમાજના ભાઈઓ મહિલાઓ યુવાનો જોડાયા હતા. લક્ષ્મીનારાયણ દેવના મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે આ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. સમગ્ર શોભા યાત્રા દરમિયાન નખત્રાણા હાઇવે પર ભક્તિમય માહોલ સર્જાયો હતો.વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો અને સમગ્ર ભારતમાંથી આવેલા લોકો જોડાયા હતા.
અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી અને શતાબ્દીના સંચાલન સમિતિના ચેરમેન ગોપાલભાઈ ભાવાણીએ જણાવ્યું હતું કે, સનાતની શતાબ્દી ની તૈયારીઓ પૂર્ણ થઇ છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને 400 અને 300 ફૂટના ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. 4 જેટલી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, 24 કલાક પેયજળ સુવિધા, વિશાળ ભોજન કક્ષ, જ્ઞાતિજનો માટે જુદી જુદી જગ્યાએ ઉતારો વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસીય સનાતની મહોત્સવનામાં બાલ યુવા પ્રતિભા શોધ, રાજકીય, ધાર્મિક તેમજ વૈચારિક જ્ઞાતિજનોનો મહાકુંભમેળાની સાથે સનાતની શૌર્ય ગાથા અને ઐતિહાસિક પ્રસંગોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 2100 સનાતનીઓનો શંખનાદ અને સંત સંમેલન જ્ઞાતિનું 6ઠું અધિવેશન અને યુવાનો દ્વારા પ્રતિભા દર્શન કાર્યક્રમ તેમજ જ્ઞાતિને ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિ સમેલનના 6ઠાં અધિવેશનમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સંતોનું વક્તવ્ય પણ આયોજન છે.