કોણે કરી લલ્લું-પંજુ અને નામર્દની વાતો? જાણો ઈસુદાન અને ઈટાલિયાએ કેમ માંગવી પડી માંફી?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું. ત્યાર બાદ શરૂ થઈ મર્દ..નામર્દ...ગદ્દાર, લલ્લું-પંજુ મુદ્દે રાજનીતિ...જાણો શું છે આખો મામલો, કેમ ગુજરાતની જનતા સામે જુકવું પડ્યું ઈસુદાન અને ઈટાલિયાને...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપ મચ્યો છે. આજે જૂનાગઢના વિસાવદર મતવિસ્તારથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર 2022ની ચૂંટણીમાં જીત હાંસલ કરીને ધારાસભ્ય બનનાર ભૂપત ભાયાણીએ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં તેમણે આમ આદમી પાર્ટી સાથે પણ પોતાનો છેડો ફાટીને આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે ભાજપમાં જોવાવાની અને પોતે વર્ષોથી ભાજપના જ સિપાહી હોવાની વાત કરી છે. એવામાં બહુ આપના બીજા ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા વહેતી થઈ છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પીત્તો ગુમાવ્યો છે. ભાયાણીના રાજીનામાં બાદ મર્દ, નામર્દ અને લલ્લું-પંજ્જુની રાજનીતિ શરૂ થઈ છે.
એક કલાક પહેલાં ભૂપત ભાયાણી સારા લાગતા હતા. હવે લલ્લુ-પંજ્જુ થઈ ગયા?
ગુજરાત આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં ભૂપત ભાયાણીને લલ્લું-પંજ્જુ કહ્યાં. એટલું જ નહીં તેમણે એમને નામર્દ પણ કહ્યાં. કહ્યું જે મર્દ હોય છે એ પાર્ટી સાથે જોડાયેલાં રહે છે. બાકીના લલ્લું-પંજુ ભાગી જાય છે. ભૂપત ભાયાણી લલ્લું-પંજુ છે.
ગોપાલ ઈટાલિયાએ ભૂપત ભાયાણીને લલ્લુ-પંજ્જુ કહ્યાં.
ગુજરાત ભાજપના કોઈપણ નેતામાં દમ હોય ગોપાલ ઈટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવો. તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકોને નહીં લઈ જશો. મર્દાનગી નહોંતી એટલે ધારાસભ્ય મેદાન છોડીને ભાગી ગયા છે.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુંકે, કિતના ભી તુમ ગલે લગાલો, કિતની ભી તુમ રખલો યારી, વો લોગ બદલ નહીં સકતે, જીનકી ફિતરતમેં હૈ ગદ્દારી. ભૂપત ભાયાણીને ખુનમાં ગદ્દારી છે. ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે. હું વિસાવદરની જનતાની માંફી માંગુ છું. ભૂપત ભાયાણી તો લલ્લું પજ્જું છે. આવા લલ્લું-પંજ્જુ નેતાના જવાથી આમ આદમી પાર્ટીને કોઈ ફેર પડતો નથી. ભૂપત ભાયાણીના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયાં. ગુજરાત ભાજપના કોઈપણ નેતામાં દમ હોય ગોપાલ ઈટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવો. તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકોને નહીં લઈ જશો. મર્દાનગી નહોંતી એટલે ધારાસભ્ય મેદાન છોડીને ભાગી ગયા છે. માનનીય લલ્લુ પંજુ ભૂપતભાઈ ગદ્દારી કરી છે. એ ના મર્દ છે. મર્દ લોકો છે એ આમ આદમી સાથે જોડાયેલાં છે.
ઉમેદવાર આપવામાં અમે થાપ થાઈ ગયા માંફી માંગીએ છીએઃ ઈસુદાન ગઢવી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુંકે,જો ભાજપ 156માં કામ નથી કરી શકતી. ધારાસભ્ય નકલી, નેતા નકલી, ધારાસભ્યોના પીએ નકલી. જૂરુ નકલી. ભાજપ નકલી વેળાબંધ નથી કરી શકતી. ભાજપ અમારી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. વિપક્ષને ખતમ કરવાનો ભાજપે કારસો રચ્યો છે. પાંચેય ધારાસભ્યો પર ભાજપના જોડાવવા માટે દબાણ થતું હતું. ઉમેદવાર આપવામાં આમે થાપ ખાઈ ગયા એના માટે અમે વિસાવદરની જનતાની માંફી માંગીએ છીએ. આમ આદમી પાર્ટીને 41 લાખ લોકોએ મતદાન આપ્યાં છે. 2027માં ગુજરાતમાં સરકાર આમ આદમીની હશે. ચૂંટણી પછી પણ ભાજપ વાળા ભૂપત ભાયાણીને ઉપાડી ગયા હતાં. ત્યારે મેળ ના પડ્યો.
આ તો લલ્લું-પંજુ કરતાય જાય એવો છેઃ રાકેશ હિરપરા, નેતા, આપ
આપ નેતા રાકેશ હિરપરાએ કહ્યું લલ્લુ પંજ્જુએ હજુ સારો શબ્દ છે. ભૂપત ભાયાણી તો એનાથી પણ જાય એવા છે. જેણે પોતાની પત્નીને દગો દિધો, જેણે દિકરી જેવી છોકરીને દગો દીધો. હોટલના રૂમનો વીડિયો આવ્યો હતો.
રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ જણાવ્યુંકે, ગુજરાતમાં આમ આદમીના પાંચ ધારાસભ્યો જ ચૂંટાયા હતાં. ગુજરાતના આશીર્વાદને કારણે જ આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. પહેલાં તો આપને ભાજપની બી ટીમ કહેતા હતા. ડિસેમ્બર 2022માં ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાનો પ્રયત્ન કરેલો. ત્યારે પ્રજા અને કાર્યકરોનો રોષ હતો. ત્યાર બાદ ગેસ્ટ હાઉસ કાંડ થયો હતો. જોકે, જે રીતે ગુજરાતમાં આપ તૂટી રહી છે એનાથી 2024માં ભાજપને ચોક્કસ લાભ થશે.