Gujarat Politics: ગુજરાતમાં એક તરફ ઉનાળાની ગરમીનું તાપમાન વધી રહ્યું છે. બીજી તરફ સતત રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે. એવામાં કોંગ્રેસની આશાના કિરણસમી બનાસકાંઠા બેઠકમાં પણ ડખો પડ્યો છે. વાવાના ધારાસભ્ય એક મજબૂત નેતા અને કોંગ્રેસ માટે લોકસભાના એક મજબૂત ઉમેદવાર છે એમા કોઈ બેમત નથી. બનાસકાંઠામાં એક સૂત્ર પણ પ્રચલિત થયું છે બનાસની બેની ગેની...પણ હાલ ગેનીબેનની ટીમ તૂટી રહી હોય તેવી પ્રતિત થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેનની મુશ્કેલીઓમાં વધારોઃ
લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી સમયે બનાસકાંઠામાં ચૂંટણીને લઈને વધુ એક ટ્વીસ્ટ આવ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે બનાસકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે. આમ, ગેનીગેનને મોટો ઝટકો પહોંચ્યો છે. કારણકે, ગેનીબેનની ટીમના સેનાપતિ સમાન ડી.ડી.રાજપૂતે કોંગ્રેસને રામરામ કરી દીધાં છે. રાજપૂતના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. ચર્ચા એવી પણ થઈ રહી છેકે, હવે ગેનીબેન માટે મુશ્કેલીઓમાં વધારો થશે.


વર્ષ 2017માં ડી.ડી.રાજપૂત થરાદથી લડ્યા હતા ચૂંટણીઃ
હાલ  કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ. રેખાબેનના સામેસામે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. વર્ષ 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધાં છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ સાંભળી કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું રાજપૂતે આપ્યું છે નિવેદન. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે. સૂત્રોની માનીએ તો રાજપૂતની ભાજપ સાથેની ડિલ પણ ફાઈનલ થઈ ગઈ હોવાનું ચર્ચામાં છે. માત્ર ભાજપમાં જોડાણની ઔપચારિક જાહેરાત જ બાકી છે.


ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અગાઉ ભાજપના મંત્રી શંકર ચૌધરીને હરાવીને વિધાનસભાના સભ્ય બન્યા હતા. હવે તેઓએ ભાજપના ઉમેદવાર ડો.રેખાબેનને હરાવીને લોકસભામાં જવાની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, ડીડી રાજપૂત જેવા મજબૂત સેનાપતિએ સાથ છોડતા લોકસભા ચૂંટણી માટે ગેનીબેન માટે આગળનું રાજકીય ચઢાણ હધારે કપરું બનશે.