• શાળાના બાળકોને બોઝ અને સાવરકરના ફોટા વાળી ટી-શર્ટ પહેરાવાતા વિવાદ

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર

  • જેઓ આઝાદી માટે ખપી ગયા તેનો ઉલ્લેખ ન કરવું યોગ્ય નથીઃ શક્તિસિંહ ગોહિલ

  • પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલના કોંગ્રેસ પર વાર

  • કોંગ્રેસે તિરંગા યાત્રામાં વિક્ષેપનો પ્રયાસ કર્યોઃ રજની પટેલ


Tiranga Yatra vs Nyay Yatra: ગુજરાતમાં સ્વતંત્રતા દિવસથી એક દિવસ પહેલાં જ સામે આવ્યો નવો વિવાદ. એક તરફ આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કેટલીક બેઠકો અને વિસ્તારોનું અવલોકન કરીને ત્યાં કોંગ્રેસ ન્યાય યાત્રા યોજી રહી છે. બીજી બાજું પોતાના એજ વિસ્તારો પર કબજો જમાવી રાખવા ભાજપ પણ તિરંગા યાત્રા યોજી રહ્યું છે. જોકે, આમાં, સ્કૂલના બાળકો હોય કે સામાન્ય નાગરિકો હોય સૌ કોઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકીય મનસુબાથી શરૂ કરાયેલી યાત્રાઓએ હવે બરાબર રાજકીય રંગ પકડી લીધો છે. એમાંય તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓના શરીર પર વીર સાવરકરની ટી શર્ટ પહેરેલી હતી. આ ટી શર્ટ ઉતરાવીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે. જેને પગલે હવે તિરંગા યાત્રા અને ન્યાય યાત્રા વચ્ચે ટી-શર્ટ વોર શરૂ થઈ ગયું છે. 


  • ગુજરાતમાં ટી-શર્ટને લઈને રાજકારણ ગરમાયું

  • ભાજપની તિરંગા યાત્રા અને કોંગ્રેસની ન્યાય યાત્રામાં ટી-શર્ટને લઈ વિવાદ

  • કોંગ્રેસની યાત્રામાં વીર સાવરકરની ટી-શર્ટ પહેરી વિદ્યાર્થીઓ ઘુસ્યા

  • ટી-શર્ટ ધ્યાને આવતા કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો


ખાસ કરીને ગુજરાતના  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ ખાતે તિરંગા યાત્રામાં વીર સાવરકરના ફોટા વાળા બાળકોને અપાયેલ ટી શર્ટનો વિવાદ સામે આવ્યો છે. તિરંગા યાત્રા રોકનાર સામે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે. ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના એક શાળા દ્વારા તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી, તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા યાત્રા રોકવામાં આવી હતી અને બાળકોએ પહેરેલા ટી-શર્ટ ઉતરાવી દીધા હતા. જેથી અત્યારે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.
 



 


બાળકોની ટી શર્ટ ઉતરાવવી નિંદનીય છેઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને તેનો વિરોધ કર્યો છે. હર્ષ સંઘવીએ ટ્વીટ દ્વારા જણાવ્યું છેકે, તિરંગાયાત્રામાં બાળકોની ટીશર્ટ લઈ લેવી તે નિંદનીય છે. વીર સાવરકરને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની ત્રેવડ કોંગ્રેસમાં નથી. વીડિયોમાં દેખાતા નેતાઓની પણ નથી લાયકાત.


5 લોકો સામે નામજોગ અને અન્ય શખ્સો સામે ગુનો નોંધાયોઃ
સુરેન્દ્રનગરમાં ટી-શર્ટ કાંડને પગલે માહોલ ગરમાયો છે. યાત્રા રોકી ટી-શર્ટ મુદ્દે ઠપકો આપતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટી-શર્ટ કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના લાલજી દેસાઈ, ઋત્વિજ મકવાણા, રાઘવજી મેટાળીયા, ગોપાલ ટોળીયા, હરેશ ઝાપડીયા સહિત અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાના બાળકોનું બ્રેઈન વોશ કરીને તેમને ગેર માર્ગે દોરી સ્વતંત્ર સેનાનીઓનું અપમાન અને શિક્ષકો સાથે ગેરવર્તણૂકનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો.


યાત્રા રોકનારા નેતાઓ સામે કઈ કલમો હેછળ થશે કાર્યવાહી?
વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (સી)(ડી), 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.