હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશે
Gujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
Trending Photos
IMD Rain Alert : ગુજરાત માટે આજથી કપરા દિવસો શરૂ થઈ રહ્યાં છે. એક તરફ શિયાળો અને બીજી તરફ વરસાદનું આગમન થવાનું છે. નવા સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થયો છે. આજથી જ આ પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગની આગાહી પર એક નજર કરી લેજો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અરબ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગત 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. તો આજે
ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં આજે 17.6 અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વરસાદની આગાહી
તેમણે આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.
ક્યાં અને ક્યારે વરસાદ આવશે
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અમે નર્મદામાં વરસાદની શક્યતા
27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ઠંડી વધશે
તેમણે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે