ધૂમ સ્ટાઈલમાં વાહન ભગાવવા પડશે ભારે! અમદાવાદમાં હાઈસ્પીડમાં જતા વાહનો પર નજર રાખશે ખાસ કેમેરા
અમદાવાદમાં હવે રોડ સાઈડ રોમિયોગીરી અને રોડ પર વાહનોના સ્ટંટ કરનારની હવે ખૈર નથી. આવા તત્વોને ઝડપી પાડવા માટે પણ સરકારી તંત્ર સજાગ બન્યું છે. તેથી મોટાભાગના રોડ પર હાઈસ્પીડ વાહનોની ઓળખ માટે ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિવિધ સ્થળે 2100 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા એટલાં ખાસ હશે કે ગમે તેટલી સ્પીડમાં જતા વાહનની પણ ઓળખ થઈ શકશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દિનપ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ વધતી જાય છે. તેનું સૌથી મોટું કારણ છે હાઈસ્પીડ વાહનો પરનું બેફામ ડ્રાઈવિંગ. આ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદમાં મોટાભાગના જાહેર માર્ગો પર ખાસ પ્રકારના કેમેરાનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. આ કેમેરા એટલા ખાસ હશે કે હાઈસ્પીડ વાહનોની ગમે તેટલી ઝડપ હોવા છતાં તેમની નંબર પ્લેટ કેચ કરી લેશે. તેના આધારે જેતે વાહનોની ઓળખ કરવી આસાન બનશે.
અમદાવાદમાં હવે રોડ સાઈડ રોમિયોગીરી અને રોડ પર વાહનોના સ્ટંટ કરનારની હવે ખૈર નથી. આવા તત્વોને ઝડપી પાડવા માટે પણ સરકારી તંત્ર સજાગ બન્યું છે. તેથી મોટાભાગના રોડ પર હાઈસ્પીડ વાહનોની ઓળખ માટે ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિવિધ સ્થળે 2100 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા એટલાં ખાસ હશે કે ગમે તેટલી સ્પીડમાં જતા વાહનની પણ ઓળખ થઈ શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એ અંતર્ગત અમદાવાદ મનપા દ્વારા ઈ-મેમો આપતાં હાઈ રિઝોલ્યુશન કેમેરા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. મ્યુનિ.એ ટ્રાફિક પોલીસની સહાય માટે 2142 સીસીટીવી કેમેરાના મેઈન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના માટે ટેન્ડર બહાર પાડ્યા છે. કંપનીને 5 વર્ષ માટે આ પ્રોજેક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવશે. શહેરમાં અત્યારે લગભગ તમામ ચાર રસ્તા પર સીસીટીવી છે. મ્યુનિ.એ ટેન્ડરમાં એવી શરત મૂકી છે કે, તેમને 2142 જેટલા એવા સીસીટીવી કેમેરા જોઇએ છે જે હાઈસ્પીડમાં પણ એચએસઆરપી નંબર પ્લેટને કેચ કરી શકે. એટલું જ નહીં અમદાવાદ મનપા દ્વારા મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈટના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે. આ સાથે જ ઈ-ચલણ પણ જનરેટ કરી શકે.
મોનિટરિંગ માટે ખાસ પ્લાનઃ
રસ્તા પર જતા વાહનોના મોનિટરિંગ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત અમદાવાદના પાલડી અને દાણાપીઠ ખાતેના મોનિટરિંગ સ્ટેશનો પર પણ વિશેષ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ શહેરમાં વિવિધ વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઇટનું મેઈન્ટેનન્સ કરવા તેને બંધ-ચાલુ કરવા, સ્વિચને લગતી કામગીરી માટે પણ ટેન્ડર મગાવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube