લકી લકી કરીને ઘર આગળ જૂની ગાડી મુકી રાખી હોય તો સાવધાન, થોડા ટાઈમમાં ભંગારમાં જશે જૂનો `ડબ્બો`
New Rules For Old Vehicles: આવા વાહનો ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. જો ફિટનેસ સેન્ટરમાં ફેઇલ થશે તો તે વાહનન ભંગારવાડામાં જશે. વાહન વ્યવહાર વિભાગના સુત્રોના મતે, જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટરો શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ૪૫ લાખથી વધુ વાહનો ૧૫ વર્ષ જૂના છે. આ તમામ વાહનો ભંગારમાં નાખવાનો ખતરો છે.
New Rules For Old Vehicles: નીતિન ગડકરીએ નવા નિયમો જાહેર કર્યા છે. જેને કારણે 15 વર્ષ જૂના તમામ વાહનો ભંગારવાડામાં ન જાય એ માટે તમારે ફિટનેસ પોલીસી કરાવવી પડશે. રિન્યુઅલ થયેલા વાહનો સામે પણ કાર્યવાહી થશે. 15 વર્ષ જૂના તમામ વાહનો માટે 1 એપ્રિલથી નવા નિયમો આવી રહ્યાં છે. સ્ક્રેપિંગ પોલીસીનો અમલ કરવા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે તૈયારી આદરી છે. ૧૫ વર્ષ જુનું વાહન હશે તો તે માર્ગ પર દોડી શકશે નહી.
આવા વાહનો ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. જો ફિટનેસ સેન્ટરમાં ફેઇલ થશે તો તે વાહનન ભંગારવાડામાં જશે. વાહન વ્યવહાર વિભાગના સુત્રોના મતે, જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટરો શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ૪૫ લાખથી વધુ વાહનો ૧૫ વર્ષ જૂના છે. આ તમામ વાહનો ભંગારમાં નાખવાનો ખતરો છે. વાહનોની ફિટનેસ જાણવા માટે કમ્પ્યુરાઇઝ્ડ ફિટનેસ સેન્ટર શરૂ કરવા ગુજરાતમાં તૈયારીઓ આરંભાઇ છે. વાહન વ્યવહાર વિભાગે નિયત ધારાધોરણો આધારે અત્યાર સુધીમાં કુલ ૨૪૦ ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી છે. આ ખાનગી ફિટનેસ સેન્ટરોમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગે ફિટનેસ સેન્ટરના સંચાલકો અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે.
ખાનગી કંપનીઓને વધુમાં વધુ ૧૦ ખાનગી ફિટનેસ સેન્ટર ખોલવા મંજૂરી અપાય છે. સૂત્રોના મતે, ખાનગી ફિટનેસ સેન્ટરમાં રૂા.૨૦૦ ફી ચૂકવીને ૧૫ વર્ષ જૂના વાહનનુ ફિટનેસ જાણી શકાશે. વાહન માલિકને બે વાર તક અપાશે. જો બીજી વાર વાહન ફિટનેસમાં ફેલ થશે તો વાહનને ભંગારવાડામાં મોકલાશે. એટલું જ નહીં, નવું વાહન ખરીદવા માટે રોડૅ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં મુક્તિ આપવા પ્રોત્સાહન આપવા વિચારણા ચાલી રહી છે. સ્ક્રેપિંગ પોલીસી હેઠળ સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટર શરૂ થઇ જશે.
ફિટનેસ સેન્ટર માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહમાં જ મંજૂરી મળી જાય તેવી સંભાવના છે. સુરતમાં સૌથી પહેલું ફિટનેસ સેન્ટર પણ શરૂ કરાશે. ખાનગી ફિટનેસ સેન્ટરમાં વાહન ફિટનેસ જાણીને વાહનમાલિકને ફિટને પ્રમાણપત્ર આપવામાં આવશે. ખાનગ ફિટનેસ સેન્ટરમાં ગેરરીતી થવાની શક્યતા રહેલી છે તે જોતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સરકારી ફિટનેસ સેન્ટર શરૂ કરવા નક્કી કર્યુ છે. જો તમને એમ લાગે કે તમારું વાહન ફીટ છે અને પ્રામણપત્ર નથી મળી રહ્યું તો તમે સરકારી ફિટનેસ સેન્ટરમાં પણ અરજી કરો શકો છે. આ માટે સરકાર બાવળા અને અંજારમાં સરકારી ફિટનેસ સેન્ટર ખોલવા જઈ રહી છે.