International Mother Language Day: દિનપ્રતિદિન માતૃભાષા પ્રત્યેનો આદરભાવ ઓસરી રહ્યો છે અને તેની સાથેનું કનેક્શન તૂટી રહ્યું છે. એમાંય ગુજરાતી ભાષા સાથે આ પરિસ્થિતિ વધારે વિપરિત થઈ રહી છે. આ અમે નથી કહી રહ્યાં આ સરકારે આપેલાં આંકડાંઓ લેખિત પુરાવો છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીં આપવામાં આવેલાં છે વિતેલાં વર્ષોના ધોરણ-10માં માતૃભાષા ગુજરાતીમાં નપાસ થયેલાં વિદ્યાર્થીઓના કેટલાંક આંકડા જે સ્થિતિ કેટલી ચિંતાજનક છે તેનો અંદાજો લગાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતૃભાષા ગુજરાતીમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો, ો હજુ કાચો હોય તેમ જણાય ને છે. છેલ્લા કેટલાક વર્ષના ધોરણ ૧૧૦ના ગુજરાત બોર્ડના પરિણામ જરાત બોર્ડના પ ૧ પર નજર કરવામાં આવે ૪ તો અંદાજે ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ થતાં હોય છે.


ગુજરાતીમાં ક્યારે કેટલા વિદ્યાર્થી નાપાસ થયા...


વર્ષ        નપાસ વિદ્યાર્થીઓ
2015        26.63%
2016        26.57%
2017        14.94%
2018        15.25%
2019        11.19%
2020        14.50%
2022        17.85%
2023        15.40%


ગત વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૬.૨૫ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૬૨૮૬ જેટલા નાપાસ થયા હતા. વર્ષ ૨૦૨૨માં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે ૬.૬૪ લાખ પરીક્ષાર્થીઓમાંથી ૧.૧૮ લાખ નાપાસ થયા હતા. જાણકારોના મતે ગણિત, વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓમાં ફેલ થતાં હોય તો તે ગુજરાતી છે.


આજે પણ ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષા હોવા છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતા તો દૂર વાંચતા પણ આવડતું નથી. વિદ્યાર્થીઓનું ગુજરાતીમાં સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે. પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેની સંભાવના વધી જ જાય છે.