Corona ની ગાઇડલાઇનના પાલન સાથે આજથી ધોરણ 9 થી 11 ના ઓફલાઇન વર્ગો શરૂ
અમદાવાદમાં આજથી 50 ટકા કેપિસિટી અને કોવિડ ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળાઓમાં કોવિડ ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. કોરોનાનું સંક્રમણ ઘટતા વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે અમદાવાદમાં આજથી 50 ટકા કેપિસિટી અને કોવિડ ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળાઓમાં કોવિડ ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શાળાઓમાં પ્રવેશ સાથે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે. તથા ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Monsoon Update: વલસાડ જિલ્લામાં મેઘમહેર, ક્યાંય રસ્તા બંધ થયા તો ક્યાં વિજળી થઇ ડૂલ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે 22 જુલાઇના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીની મિટીંગમાં રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે.
Rain Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube