Rain Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
રાજ્ય (Gujarat) માં આજે એટલે કે 26 જુલાઈના રોજ પણ સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Trending Photos
ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં છેલ્લા 24 કલાક દરમિયાન 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના લોધીકા અને છોટાઉદેપુર (Chotaudepur) ના બે તાલુકામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુર (Chotaudepur) ના ક્વાંટ તાલુકામાં સાડા સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણા બહુચરાજીમાં સાડા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડ, બોટાદ તાલુકામાં, નર્મદાના તિલકવાડા અને વલસાડના કપરાડા (Kaprada) માં છ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્ય (Gujarat) માં છેલ્લા 24 કલાક દરમિયાન 24 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 48 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 166 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે.
રાજ્ય (Gujarat) માં આજે એટલે કે 26 જુલાઈના રોજ પણ સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસવાથી રાજ્યના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાના આગમનથી ટાઢક છવાઈ ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.
આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ખેડા, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, દ્વારકા અને દીવમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે