Surat Crime News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના : સુરતની આંગડિયા પેઢીની લૂંટમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. સુરત-નવસારી હાઈવે પરથી લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. સરથાણાના શ્યામધામ મંદિર પાસે આંગડિયા પેઢીમાં મોટી લૂંટ થઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીની આ સૌથી મોટી લૂંટ હતી. ઈકો કારમાં આવેલા 4 શખ્સો લૂંટ કરી ફરાર થયા હતા. ત્યારે મુદ્દામાલ સાથે પોલીસે લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. આરોપી ઇકો કારમાં નવસારી-વલસાડ રોડથી મુંબઈ ભાગી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ઉપયોગમાં લીધેલા હથિયાર પણ જપ્ત કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સરથાણા વિસ્તારમાં ગત સવારે લૂંટની ઘટના સામે આવી છે, ઇકો કારમાં આવેલા 4 થી 5 જેટલા લૂંટારુઓ આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વર અને ધારીયા જેવું હથિયાર બતાવી લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાઈવે પર નાકાબંધી કરી વલસાડ અને ભરૂચ એલસીબીને લૂંટ અંગે જાણ કરી હતી. વલસાડ એલસીબી પોલીસે નવસારી વલસાડ હાઈવેથી આરોપીઓને મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે.


સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર


સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે સવારે લૂંટની ઘટના બની હતી. ઇકો કારમાં આવેલા 4 થી 5 ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સાથે જ સમગ્ર લૂંટની ઘટનાનો એક વીડીયો પણ સામે આવ્યો છે લૂંટારો બંદૂકની અણીએ લૂંટ ચલાવ ચલાવી ફરાર થતા વીડિયોમાં કેદ થયા છે, લૂંટારુઓ ઇકો કારમાં આવ્યા હતા અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.


સાળંગપુર મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરાયા, દર્શન કરવા આવતા ભક્તો થયા હેરાન


રાજકોટમાં વોશિંગ સોડામાંથી બનાવાતું હતું ફરસાણ, ગૃહ ઉદ્યોગના નામે ચાલતો હતો મોટો ખેલ