Junior Clerk Exam : આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પરીક્ષા શાંતિથી પૂર્ણ થતા તંત્ર તથા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે પેપર ફૂટવાનો કોઈ ડર નથી રહ્યો, ત્યારે ઉમેદવારોને કોઈ અડચણ ન આવે તે માટે બધાએ મદદનો હાથ લંબાવ્યો હતો. અનેક સંસ્થાઓ, લોકોએ મદદ પહોંચાડી હતી. ત્યારે ગુજરાત પોલીસના જાંબાજ કર્મચારીઓ દેવદૂત બનીને ઉભર્યાં છે. પોલીસે રસ્તો ભટકેલા, ટ્રાફિકના કારણે અટવાયેલા, અન્ય સેન્ટરે પહોંચી ચૂકેલા પરીક્ષાર્થીઓની મદદ કરી હતી. અમરેલી, રાજકોટ, સાણંદ પોલીસના આ કિસ્સા સાંભળી તમને ગુજરાત પોલીસ પર ગર્વ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે મહામહેનત જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોને કોઈ અડચણ ન આવે તે માટે બધાએ મદદનો હાથ લંબાવ્યો છે. આવામાં અમરેલીના ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે 11 પરીક્ષાર્થીઓ પરેશાન થયા હતા. એસટી. બસમાં આવતા પરીક્ષાર્થીઓ બંધ પડેલા ટ્રકને કારણે રસ્તો બ્લોક થયો હતો. પરંતુ આવામાં અમરેલી પોલીસ દેવદૂત બની હતી. કોડીનાર કૃષ્ણનગર એસટી બસના પરીક્ષાર્થીઓને પોલીસે ગાડીમાં પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના 11 પરીક્ષાર્થીઓ માટે પોલીસ દેવદૂત સાબિત થઈ. ખાંભાથી અમરેલી સુધી પરીક્ષાર્થીઓને ખાંભા પોલીસ મૂકવા પહોચી હતી. 11 વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા વિદ્યાર્થીઓ ગળગળા થયા હતા અને પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો હતો. 


હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ


દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ



રાજકોટ પોલીસે વિદ્યાર્થીઓની કરી મદદ
આવી જ રીતે રાજકોટ પોલીસે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. રાજકોટમાં એક નામની બે કોલેજ હોવાથી અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કોલેજે પહોંચ્યા હતા. એક જ નામની બે કોલેજ હોવાથી પરીક્ષાર્થીઓને મુશ્કેલી પડી હતી. ઉમેદવારો સાધુ વાસવાણી રોડ પર પહોંચવાને બદલે અન્ય સેન્ટર પર પહોચી ગયા હતા. જેથી રાજકોટ પોલીસે આ તમામ ઉમેદવારોને પોલીસની પીસીઆર વાનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. 


જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત


સીઝનની શરૂઆતમાં ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન


સાણંદ પોલીસની સરાહનીય કામગીરી
સાણંદ પોલીસ સ્ટેશનના PI રમેશ જાદવ પરીક્ષાર્થીઓની વ્હારે આવ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બે પરીક્ષાર્થીઓ રસ્તો ભટકી જતા પરીક્ષા કેન્દ્રથી 10 કિ.મી. દૂર પહોંચી ગયા હતા. ત્યારે સાણંદના PI રમેશ જાદવે બંને ઉમેદવારોને સમયસર ચોક્કસ પરીક્ષા સ્થળ પર પહોંચાડ્યા હતા. તેમણે પોલીસની જીપમાં બેસાડી બંને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. ઉમેદવારોએ પોલીસની કામગીરીને લઇ આભાર માન્યો હતો. 


સીઝનની શરૂઆતમાં ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન