જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત

Junior Clerk Exam : જુનિયર ક્લર્કની પરીક્ષા આપવા માટે ઉમટ્યા પરીક્ષાર્થીઓ...સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી રવાના થયા પેપર...9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા...હસમુખ પટેલે ટ્વીટ કરી આપી શુભેચ્છા....

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત

Junior Clerk Exam : જે રીતે સવાથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનો માહોલ છે તે જોતા એમ લાગી રહ્યું છે કે આ પરીક્ષા નિર્વિધ્ને પાર પડશે. જુનિયર ક્લર્કની પરીક્ષાને હવે માત્ર દોઢ કલાક બાકી છે. ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરાયો છે. થોડીવારમાં પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પ્રવેશ મળશે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે. યોગ્ય રીતે ચકાસણી કરીને ઉમેદવારોને પ્રવેશ અપાય છે. 11:45 વાગ્યા બાદ ઉમેદવારોને પ્રવેશ નહિ અપયા. ત્યારે આ પહેલા એક દુખદ ઘટના બની હતી. જુનિયર ક્લર્કની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને અકસ્માત નડ્યો હતો. ડાંગના વઘઈ શિવઘાટના વળાંકમાં ઉમેદવારોની ગાડીને અકસ્માત સર્જાયો હતો. ટાવેરા ગાડીની બ્રેક ફેલ થતાં ઘાટીમાં દુર્ઘટના બની હતી. જોકે, સદનશીબે કોઈ જાનહાનિ ન થઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાયા હતા. ડાંગ જિલ્લામાં 17 કેન્દ્રો પર 5,910 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. 

પત્ની ઉમેદવાર, તો આખા પરિવારની પરીક્ષા
જુનિયર ક્લાર્ક પરીક્ષામાં ઉમેદવારોમા અનેરો જુસ્સો જોવા મળ્યો છે. 250 કિમી દૂર રાજકોટથી બાળકો સાથે પરીક્ષા આપવા ઉમેદવાર પહોંચ્યા હતા. મહિલા ઉમેદવાર આરતીબેન પાલ અમદાવાદના જોધપુરમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા. તેઓ બે બાળકો સાથે કેન્દ્ર બહાર પતિની પણ પરીક્ષા જોવા મળી. બે બાળકો સાથે મહિલાએ પરીક્ષાની તૈયારી કરી છે. તેમના પતિએ કહ્યું કે, આજે બે સંતાનો સાથે પરીક્ષા આપવા આવ્યા છીએ. પારિવારિક મિત્રના ઘરે આજે અમદાવાદમાં રહેવું પડ્યું. ગઈ વખતે પરીક્ષા રદ થઈ ત્યારે બાળકો સાથે પરેશાન થયા હતા. 

સરકારની સોશિયલ મીડયા પર બાજ નજર
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ઉમેદવારો કેન્દ્ર પર પહોંચ્યા છે. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરીક્ષામાં ગેરરિતી રોકવા ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉમેદવારોએ હસમુખ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તો જિલ્લા પોલીસ વડા સહિત કલેકટર, DDO દ્વારા પરીક્ષા કેન્દ્રની મુલાકાત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની સોશિયલ મીડિયા પર બાજ નજર રાખીને બેઠું છે. જેથી પેપરલીક જેવી કોઈ ઘટના ન બને.  

હસમુખ પટેલ ટ્વિટ હસમુખ પટેલ ટ્વિટ
પરીક્ષા પહેલા હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, પરીક્ષાર્થીઓ અને પરીક્ષાયજ્ઞમાં જોડાયેલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા તેમની પાસે કોલલેટર અને ઓળખ પત્ર છે તેની ખાતરી કરી લે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news