જયંતિ સોલંકી/વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર હોય તેમ લાગી રહ્યું છે.શહેરમાંથી છાશવારે મોટી માત્રામાં દારૂનો જથ્થા ઝડપાઈ રહ્યા છે. તો બીજી બાજુ દારૂની મહેફિલ માણતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. જો કે, આ ઘટનાઓને લઈને ગુજરાત પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં ગઈકાલે 9 જેટલા નબીરાઓ રાત્રે દારૂની મહેફિલ કરી રહ્યા હતા. ત્યારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વડોદરાના નવાપુરા પોલીસ ને અંગત બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન 9 જેટલા નબીરાઓને દારૂની મહેફિલ માણતા પકડી પાડવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવારનવાર દારૂની હેરાફેરીને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે ગઈકાલે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ પણ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે, વેરાઈ માતા ચોક ગુરુદ્વારા પાસે નેચરલ આઈસક્રીમની બાજુમાં વિશ્વા કેલા સપ્લાયર નામની દુકાનમાં કેટલાક ઈસમો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાદ નવાપુરા પોલીસ દ્વારા બાતમીમાં જણાવેલી હકીકતને આધારે સદર જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી



નવાપુરા પોલીસ દ્વારા રેડ પાડતા જગ્યા પર કુલ 9 ઈસમો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે પોલીસ દ્વારા રેડ પાડતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. બાતમીની હકીકતની ચોક્કસાઈ કરવા રેડ પાડવામાં આવતા 9 ઈસમો ઝડપાયા હતા. જે બાદ તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મહેફિલ બુટલેગર કનૈયાલાલ ઉર્ફે (કનુ)ની બર્થડે નિમિત્તે રાખવામાં આવી હતી. જેની નવાપુરા પોલીસ ને જાણ થતાં તત્કાલીન કાયૅવાહી કરવામાં આવી હતી.


જે પ્રકારે વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ આવા જ પ્રકારના દારૂ વેચાણ દારૂનું સેવન કરતાં લોકોને પકડવાના બનાવ બનતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી તો કરવામાં આવે છે. પરંતુ કહી શકાય કે પોલીસ સ્ટેશનના જ નજીકના વિસ્તારની અંદર જ્યારે આવા પ્રકારના બનાવ બનતા હોય છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થાય છે.


પોલીસ દ્વારા પકડાયેલા આરોપી, પોલીસ દ્વારા કુલ 9 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપી..


  • (1) હાર્દિક રાજેશભાઈ ગાંધી (રહે- 302, પ્રભુકુંજ એપાર્ટમેન્ટ, કુમે દાન ફળીયું, રાજમહેલ રોડ, વડોદરા શહેર)

  • (2) કનૈયાલાલ ગંભીરસિંહ પરમાર (રહે-કૈલાશભુવનની ચાલ, ગુરુદ્વારની બાજુમાં, વેરાઈ માતા ચોક,વડોદરા)

  • (3)ઓમ પ્રફુલભાઈ ચૌહાણ(રહે-101, શુભમ ટાવર, હરિભક્તિની વાડીની સામે, વેરાઈ માતા ચોક, વડોદરા)

  • (4)કમલેશ વિનોદભાઈ પરમાર(રહે-વાડી,ઝાંબુડી કુઈ, નાની શાક માર્કેટ પાસે, ગાંધી ઓઈલ મિલ પાછળ, વડોદરા)

  • (5) પ્રિયાંક કનુભાઈ પટેલ (રહે,263, કબીર મંદિર ફળીયું, જુની કાછીયવાડ, દશાલાડ વાડી પાસે, વડોદરા)

  • (6) પ્રમોદ સનદભાઈ સદરે(રહે,વેરાઈ માતા ચોક, ખંડેરાવ માર્કેટ પાસે,વડોદરા)

  • (7)જીતુ પ્રકાશભાઈ ઠાકોર(રહે-ખંડેરાવ માર્કેટ શિયાબાગ બોરડી ફળિયા,વડોદરા)

  • (8)જતીન રાજેન્દ્ર શુકલા(રહે,બી-106, પ્રમુખ હ્રદય રેસિડેંસી,નારાયણવાડી હોટલની સામે વડોદરા)

  • (9) ગૌરવ કનુભાઈ પરમાર(રહે-ડી-23,પ્રમુખ વાટીકા સોસાયટી, અટલાદરા, વડોદરા)