Ahmedabad News : અમદાવાદમાં એક તરફ કચ્છના દરિયાથી રોજેરોજ ચરસના પેકેટ મળી રહ્યાં છે, તો હવે અમદાવાદના આંગણા સુધી ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા છે. એક તરફ દરિયો ડ્રગ્સ ડીલર માટે સેફ પેસેજ બન્યો છે, તો બીજી તરફ હવે ડ્રગ્સના પાર્સલ આવતા ગુજરાતમાં નશીલો કારોબાર ફુલ્યો ફાલ્યો છે તે સ્પષ્ટ સમજી શકાય છે. ડ્રગ્સના ડીલરોને હવે પોલીસ કે તંત્રનો કોઈ ખૌફ રહ્યો નથી. અમદાવાદમાં 3.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. શાહીબાગ પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે. અમેરિકાના પાર્સલમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સના ડીલરોને ગુજરાતના કાયદાનો કોઈ કૌફ નથી
આને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સફળતા ગણવી કે નિષ્ફળતા તે સમજાતું નથી. કારણ કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, તેના કરતા ગુજરાતમાં ડ્રગ્સ આવવાનું પ્રમાણ વધી ગયુ છે તે એક મોટી હકીકત છે. અત્યાર સુધી તો માત્ર દરિયાથી જ ડ્રગ્સ આવતું હતું, હવે વિદેશથી ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા છે. એનો મતલબ કે ડ્રગ્સના ડીલરોને ગુજરાતના કાયદાનો કોઈ કૌફ નથી. તેમને ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના રસ્તા ખબર છે. 



20 દિવસ પહેલા પણ આવ્યું હતું પાર્સલ
અમદાવાદમાં વધુ એક વખત વિદેશી પાર્સલોમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. હજી 20 દિવસ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 20 દિવસ પહેલા પણ વિદેશના પાર્સલમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ત્યારે વધુ વખત વિદેશી પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. 



પોસ્ટ ઓફિસમાં આવેલા 58 ડ્રગ્સના પાર્સલ આવ્યા
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ભારતના મોટા ડ્રગ્સ પેડલરોની આ કેસમાં સંડોવણી સામે આવી છે. પોસ્ટ ઓફિસમાં આવેલા 58 ડ્રગ્સના પાર્સલ મળી આવ્યા છે. 58 પાર્સલમાંથી હાઇબ્રીડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી છે. લિક્વિડ ફોર્મમાં 60 બોટલો મળી આવી છે. તો 11.601 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે. યુએસએ, કેનેડા અને યુકેથી તમામ પાર્સલો અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા. નબીરાઓની પૂછપરછમાં સમગ્ર રેકેટ સામે આવ્યું છે. 3.50 કરોડની કિંમતનું હાઈબ્રીડ ગાંજો, લિક્વિટી ફોર્મ અને વનસ્પતિ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું છે.