બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાત પોલીસ માટે આજે 15 દિવસનો ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ (Gujrat Police) ને નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) મળ્યો છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ના હસ્તે નિશાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાત પોલીસને એક ખાસ પ્રકારનું નિશાન પ્રદાન કરવામાં આવ્યું. આ સાથે ગુજરાત પોલીસને નવો કલર અને નવું નિશાન મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી અટકાયત, મોતીલાલ નહેરુ પર ટિપ્પણી કરવી ભારે પડી


ગુજરાત આ સન્માન મેળવનારું દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારના ગૃહવિભાગે 21 ફેબ્રુઆરી, 2019માં રાષ્ટ્રપતિના નિશાન માટેની દરખાસ્ત ભારત સરકારના ગૃહ વિભાગને મોકલી હતી. 7 માર્ચ 2019ના દિવસે રાષ્ટ્રપતિના નિશાનના એવોર્ડ અંગે ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ તરફથી મળતા આ ચોક્કસ માનને પ્રેસિડેન્ટ કલર્સ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત પોલીસને એનાયત થયેલું આ વિશેષ પ્રતિક ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને જવાનોના યુનિફોર્મની ડાબા હાથની સ્લીવમાં પણ જોવા મળશે. ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે આ નિશાન પ્રધાન કાર્યકમ યોજાયો હતો. 


આ સન્માન મેળવનારામાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યનો સમાવેશ થાય છે. હવે આ લિસ્ટમાં ગુજરાત પણ ઉમેરાયું છે. આ ઉપરાંત રાષ્ટ્રગીતની જેમ ગુજરાત પોલીસને એક એન્થમની મંજુરી મળી છે. ગુજરાત પોલીસ માટે આ એન્થમ શંકર મહાદેવન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 


VIDEO : અક્ષયે અનુભવ્યો એ દુખાવો, જે આખી દુનિયાની મહિલાઓને થાય છે...


ઉપરાષ્ટ્રપતિનું સંબોધન
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ગુજરાત પોલીસને આ ગર્વ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દરેક તબક્કે સારી કામગીરી કરતી આવી છે. ભારત-પાક યુદ્ધ, અક્ષરધામ આતંકી હુમલા અને બૉમ્બ બ્લાસ્ટ સમયની ગુજરાત પોલીસની કામગીરી ક્યારેય ભૂલી શકાય નહિ. ગુજરાત પોલીસ આધુનિકીકરણમાં અગ્રેસર છે. રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાત પોલીસનો મોટો ફાળો છે. વિવિધતામાં એકતા ભારતની ઓળખ છે. અત્યારના સમયે વધતી હિંસા, ધાર્મિક હિંસા, સાયબર હુમલા, આતંકી હુમલા જેવી ઘટનાઓમાં પોલીસની કામગીરી આસાન નથી. પોલીસ લોકોની સેવા અને કલ્યાણ માટે તતપર હોય એ જરૂરી છે.


સુશીલ મોદીએ રાહુલ ગાંધીને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, હિંમત હોય તો વાસ્તવિક નામથી ચૂંટણી લડીને બતાવો...


મુખ્યમંત્રીનું સંબોધન...
ગુજરાત પોલીસને મળેલા આ સન્માન મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 6 દાયકા બાદ ગુજરાત પોલીસને આ સન્માન મળ્યું છે. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ છે. ગુજરાત પોલીસે આધુનિક હથિયારો, સંદેશાવ્યવહાર સાથે રાજ્યની સતત રક્ષા કરી છે. જવાનોમાં એક નૈતિક બળ પૂરૂ પાડીને નાગરિકોને સુરક્ષા આપી છે. આ પ્રસંગે આપણા જે પોલીસકર્મીઓ શહીદ થયા છે તેમને પણ આજે યાદ કરવા પડે. 1971ના યુદ્ધમાં સલામત પોલીસ દળના જવાનોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. 2002ના આતંકી હુમલો, 2008ના બૉમ્બ બ્લાસ્ટમાં ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....