Gujarat Police : ગુજરાતમાં હવે દિવસેને દિવસે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. આવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય તો તેઓને તડકામાં પણ બહાર નીકળવુ પડે છે. ત્યારે ગમે તે મોસમમાં ચાર રસ્તા પર ઉભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે ગુજરાત પોલીસે મોટું પગલુ ભર્યું છે. અમદાવાદ ટ્રાફિક કર્મચારીઓ માટે એક નવા પ્રકારનું હેલ્મેટ આવ્યું છે, જેના થકી હવે તેમને ગરમી નહિ લાગે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે નવા એસી હેલ્મેટ લાવવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે એસી હેલ્મેટ લાવવામાં આવ્યા છે. તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહિ તે નક્કી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક પોલીસને રોડ પર ડ્યૂટી કરતા સમયે અનેક ચેલેન્જિસનો સામનો કરવો પડે છે. પોલીસને વરસાદમાં રેઈનકોટ તો શિયાળામાં જેકેટ અને સ્વેટર મળે છે. પરંતુ ઉનાળાની ગરમીથી કેવી રીતે બચવું. હવે તેનો રસ્તો મળી ગયો છે. રાજ્યના પોલીસ વડાએ પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપ્યા છે. પૂર્વ અમદાવાદના 3 ટ્રાફિક પોઈન્ટ પર આ નવા AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરનગર ચાર રસ્તા પર હાલ તમને ત્રણ ટ્રાફિક પોલીસવાળા આવા અનોખા હેલમેટ પહેરેલા નજર આવશે. 


‘હમ સાથ સાથ હૈ’ નું પિક્ચર બતાવતા ભાજપના આ નેતા સાથે ‘હમ આપકે હૈ કોન’ થઈ ગયું ‘હમ


કેવુ છે આ એસી હેલ્મેટ
આ એસી હેલ્મેટ ટ્રાફિકના જવાનોને ગરમીભર્યા વાતાવરણથી મુક્તિ અપાવશે. સાથે જ તેઓ તેને પહેરીને તડકામાં પણ ડ્યુટી કરી શકશે. ખાસિયતની વાત કરીએ તો AC હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઈન જેવા જ છે, પરંતુ તેમાં મૂકાયેલો પંખો એસીની માફક હવા ફેંકે છે. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે, જેનો બેકઅપ પણ યોગ્ય છે. એકવાર ચાર્જ કર્યા બાદ કલાકો સુધી યુઝ કરી શકાય છે. બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેલો છે અને બેટરી એક કવરમાં હોય છે જેને પોલીસે તેમના કમરમાં ભરાવવાનું રહે છે. AC હેલ્મેટ આંખ અને નાકમાં ધૂળ, ધૂમાડો કે તડકાની અસરથી પોલીસકર્મીઓને રક્ષણ આપશે. કારણ કે, હેલ્મેટમાં એક ગ્લાસ આપેલો છે, જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે.


આખુ અમદાવાદ દેશભક્તિના રંગે રંગાયું : અમદાવાદના રસ્તાઓ પર નીકળી તિરંગા યાત્રા


માથા પર ફીટ કરી શકાય તેવુ હેલ્મેટ
આ એક ખાસ પ્રકારનું ગરમીમાં ઠંડક આપતુ AC હેલ્મેટ છે. સામાન્ય હેલ્મેટની જેમ જ તેને બેલ્ટથી અંદરની સાઈઝ નાની-મોટી કરી શકાય છે. તેની ખાસ ડિઝાઈનને કારણે તે કોઈપણ વ્યક્તિને માથા ફીટ થઈ જશે. આ હેલ્મેટમાં અંદર એક નાનકડી મોટર થકી એકઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે. જે અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે. હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે. જેનાથી અંદરનું ટેમ્પરેચર સેટ થઈ શકે છે. આ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય છે. તેની બેટરી ચાર્જ કરવા માટે પણ કેબલ પણ આપવામાં આવ્યો છે. બેટરીને બેલ્ટ વડે સેટ કરવામાં આવી છે. જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર પર આરામથી બાંધી શકે છે અને તેના દ્વારા આ હેલ્મેટનું ઓપરેટિંગ કરી શકે છે.


એક નહિ, ચાર સમુદ્રી તોફાનો ગુજરાતનો વરસાદ ખેંચીને લઈ ગયા, ભયાનક આગાહી


હાલ આ એસી હેલ્મેટ પ્રાયોગિક ધોરણે અપાયુ છે. તેના ટેસ્ટીંગ બાદ તેને આગળ વાપરવુ કે નહિ તેનો નિર્ણય બાદલમાં લેવાશે. હાલ જે કર્મચારીઓને આ એસી હેલ્મેટ અપાયા છે, તેઓ તે કેવુ ચાલે છે તેના રિપોર્ટ ગુજરાત પોલીસને સોંપશે. તેના રિવ્યુ આપશે તેના બાદ આગળના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરાશે. 


આ મામલે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે, રાજ્યના પોલીસ વડા તરફથી અમદાવાદ ટ્રાફિક પોલીસને પ્રાયોગિક ધોરણે આ એસી હેલ્મેટ અપાયા છે, જે પોલીસ માટે ખૂબ જ સારી વાત છે. ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ માટે તે કેટલા ઉપયોગી અને ફ્લેક્સિબલ છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવશે.


કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના