આરોપીએ લાંચ ન આપતા પોલીસે ધોકા મારી પગ ફાડી નાંખ્યો, PSI સામે હત્યાની કોશિશનો ગુનો
Gujarat Police: ગુજરાત પોલીસની ક્રૂરતાનું મોટું ઉદાહણ: આરોપીને માર મારતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે યુવક. પીએસઆઈએ આરોપી યુવકને ઓફિસમાં બોલાવી કેસ સરળ કરવા અને માર ન મારવાના બદલામાં પાંચ લાખની લાંચ માંગી હતી પરંતુ પરિવાર પૈસા આપી શક્યો નહોતો.
Gujarat Police: પોલીસે રિમાન્ડ રૂમમાં આરોપીને ઢોર માર મારતા આરોપી યુવાન જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યો છે જોલા. માર ન મારવા PSI એ ત્રણ લાખની લાંચ માંગેલી. આરોપીએ પોલીસને પૈસા ન આપતા રિમાન્ડમાં પીએસઆઈએ ધોકાથી આરોપીના પગના લીગાયમેન્ટ ફાડી નાખ્યા. જૂનાગઢ જિલ્લાના બી ડિવિઝનના પીએસઆઈ એમ.કે.મકવાણા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ. ઉચ્ચસ્તરે તપાસ થશે.
છેતરપિંડીના કેસના એક આરોપી યુવાનને રિમાન્ડ દરમિયાન પીએસઆઈએ એટલી હદે માર્યો કે આજે તે યુવક અમદાવાદમાં વેન્ટિલેટર ઉપર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, આ કેસની કોર્ટે ગંભીરતાથી -નોધ લેતા જવાબદાર પીએસઆઈ સામે હત્યાની કોશિશનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વેજલપુરમાં રહેતા અને વ્યાસપુર ભાઠા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લખમણભાઈ જાદવની ફરિયાદ પરથી આજે જૂનાગઢ બી ડિવિઝન
પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ. કે.મકવાણા સામે આઈપીસી કલમ ૩૦૭, ૩૩૧ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જે ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, બ્રિજેશનો નાનો ભાઈ હર્ષિલ જાદવ ઉ.૪૩ સુરતમાં પરિવાર સાથે રહે છે, તે ત્યાં તનિષ્કા નામની ટુર પેકેજનો ધંધો કરે છે, ત્યારે જૂનાગઢના એક નાગરિકે તેની સાથે ટુરના પેકેજના નામે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવી હતી.
જે કેસમાં બી ડિવીઝન પોલીસે હર્ષિલ જાદવનો ગત તા.૯ જાન્યુઆરીની રાતે અમદાવાદ બોડકદેવ પોલીસ સ્ટેશનથી કબજો લઈને જૂનાગઢ લાવી હતી. અહીં બી ડિવીઝન પીએસઆઈ એમ.કે.મકવાણા પાસે તપાસ હતી, તેમણે હર્ષિલને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને પોલીસ રિમાન્ડ પર સોપ્યો હતો, રિમાન્ડ મેળવી પીએસઆઈ મકવાણા પોલીસ સ્ટેશન આવ્યા અને હર્ષિલના ભાઈ બ્રિજેશને ઓફિસમાં બોલાવી કેસ સરળ કરવા અને માર ન મારવાના બદલામાં પાંચ લાખની લાંચ માંગી હતી પરંતુ પરિવાર પૈસા આપી શક્યો નહોતો. પોલીસે તેને રિમાન્ડ દરમિયાન માર્યો હતો. કોર્ટમાં જજે પણ પૂછ્યું હતું. કોર્ટનો આદેશ છતાં તેની સારવાર કરાવી નહોતી. અંતે છેલ્લે જામીન મળતા અમદાવાદ દાખલ કરવો પડ્યો હતો.