Valsad: પોલીસ અધિકારીને એવી શી જરૂર પડી કે દારૂની હેરાફેરી કરવી પડી, સમગ્ર ગુજરાતમાં ચકચાર
ગુજરાતમાં દારૂ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાયેલો છે. જો કે ગુજરાતના દરેકે દરેક ખુણે જોઇએ તેટલો દારૂ મળે છે. સરકાર દ્વારા માત્ર કાગળ પર જ નામનો પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. બુટલેગરો કોઇ પણ પ્રકારે દારૂ ગુજરાતમાં ઘુસાડે છે અને તગડી કમાણી પણ કરે છે. આ ઉપરાંત અનેક સરકારી વિભાગો પણ આમાંથી તગડી કમાણી કરતા હોવાની વાત જગજાહેર છે. આવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે.જો કે હવે જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે.
વલસાડ : ગુજરાતમાં દારૂ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાયેલો છે. જો કે ગુજરાતના દરેકે દરેક ખુણે જોઇએ તેટલો દારૂ મળે છે. સરકાર દ્વારા માત્ર કાગળ પર જ નામનો પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. બુટલેગરો કોઇ પણ પ્રકારે દારૂ ગુજરાતમાં ઘુસાડે છે અને તગડી કમાણી પણ કરે છે. આ ઉપરાંત અનેક સરકારી વિભાગો પણ આમાંથી તગડી કમાણી કરતા હોવાની વાત જગજાહેર છે. આવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે.જો કે હવે જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે.
Olympics 2021: 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે
ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેનાં ચાર-પાંચ મુખ્ય મથકો પૈકીની એક ભિલાડની બામણપુજા ચોકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે. જો કે આ દારૂની હેરાફેરી નહી પરંતુ પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) કરી રહ્યો હતો. પીએસઆઇને ઝડપ્યા બાદ થોડા સમય માટે તો પોલીસ પોતે પણ વિચારમાં પડી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલા કલગામ ખાતે ફરજ બજાવતા પીએસઆઇ પ્રવિણ બાગલેની ધરપકડ કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ઘટનાને પગલે પોલીસ તંત્રમાં સોપો પડી ગયો છે.
બાયોડીઝલના નામે ગમે તે વેચતા વેપારીઓ તવાઈ બોલાવવા CM વિજય રૂપાણીની સુચના
વલસાડ જિલ્લામાં પી એસ આઈ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો. 3.30 લાખના મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કલગામ SRP વિભાગના ટેક્નિકલ વિભાગમાં કામ કરતા પી એસ આઈ પ્રવીણ બાગલેને પોલીસે દારૂ સહિત ઝડપી લીધા છે. આ ઉપરાંત તેની સાથે રહેલા વેપારી પ્રીતમ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા બાગલેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આવુ કામ કરવાની પીએસઆઇ કક્ષાના અધિકારીને જરૂર શી પડી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube