હું, તું અને રતનિયો જેવી પોલીસની તપાસ : માત્ર વચેટિયાઓની ધરપકડ, નોકરીવાંચ્છુકોના 2000 કરોડ સ્વાહા
Gujarat Paper Leak : નોકરીના સપનાં બતાવીને હજારો કરોડો રૂપિયાની સોદાબાજી કરતાં કૌભાંડી પકડાય તો પણ ગણતરીના દિવસોમાં છૂટી જાય છે. કમનસીબી એ છે કે, અત્યાર સુધીના પેપર કૌભાંડોમાં મૂળ સુધી તપાસ થઈ નથી. બે-ચાર કર્મચારી, કલાસિસ સંચાલક કે પછી પેપર વેચનાર વચેટિયાને ઝડપી લઈ પોલીસ તપાસ પૂર્ણ કરી દેવાય છે
Paper Leak News Latest Update : હજારો બેરોજગાર ઉમેદવારોના સપનાં પર પાણી ફરી વળ્યું છે. ગુજરાતમાં સરકારી ભરતી જાહેર થાય એ પહેલાં બેરોજગારોને એ આશંકા હોય છે કે આ પરીક્ષાની કામગીરી થાય તો સારું કારણ કે ક્યાં તો પેપરલીક થાય તે મામલો હાઈકોર્ટ સુધી પહોંચે અને સ્ટેની પ્રક્રિયામાં અટવાઈ જાય. આમ છેલ્લા ઘણા વર્ષોથી સરકાર પારદર્શક ભરતી કરાવવામાં સફળ રહી નથી. ગુજરાતમાં ૨૦ વર્ષ દરમિયાન સરકારી ભરતીના ૨૧ કૌભાંડો થયા છે. આમ બેરોજગારોને જ સરકારી ભરતી પર વિશ્વાસ રહ્યો નથી. કહેવાય છે કે છેલ્લા 20 વર્ષમાં 21 પેપર ફૂટ્યાં છે. જેમાં નોકરી મેળવવા માટે પેપર ખરીદનારાને ક્યારેય રિટર્ન રૂપિયા મળતા નથી અને કૌભાંડીઓ ઓળવી જાય છે. હું તું અને રતનિયો જેવી પોલીસ તપાસમાં ગજવાં ગરમ થઈ જતાં પેપર લીક કૌભાંડમાં છૂટી જઈને ફરી કૌભાંડો આચરવા લાગે છે એવી ચર્ચાઓ છે. અત્યારસુધી આ કૌભાંડોમાં નોકરીવાંચ્છુકોના 2000 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. કડવી વાસ્તવિકતા એ છે કે, ઘર ચલાવવા માટે કામધંધા, નોકરી મુકી તૈયારી કરી રહેલાં સાડા નવ લાખ નોકરીવાંચ્છુઓની હાલત ભરતી અચાનક રદ થતાં દયનીય બની ગઈ છે. ગુજરાતમાં સરકારી ભરતી કૌભાંડ પહેલી વખતની ઘટના નથી. ૨૦ વર્ષમાં ૨૧ ભરતી કૌભાંડના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે.
કોઈ પણ સરકારી નોકરીમાં છાત્રોની મૌખિક કે લેખિત રજૂઆતો સાંભળાતી જ નથી. નોકરી મળી ન હોવાનો આક્રોશ હોવાનું કહીને કચરા ટોપલીમાં પધરાવી દેવાય છે. સરકારી અધિકારીઓ આમ જવાબદારીમાંથી છટકી જાય છે. જુનિયર કલાર્કની ભરતીમાં પેપર લીક કૌભાંડ પકડાયું તે સારી બાબત છે. પણ, ગુજરાતના સાડા નવ લાખ ઉમેદવાર અને પરિવારોની સરકાર કે સરકારી તંત્ર પ્રત્યેની શ્રધ્યેયતાની હવે કસોટી છે. સરકાર ભલે નોકરી ન આપી શકે પણ બેરોજગારોમાં એ આશા બેસે કે તંત્ર કામગીરી કરે છે અને આ પ્રકારના લોકોને કડક સબક શિખવે એ જરૂરી છે. નોકરીના સપનાં બતાવીને હજારો કરોડો રૂપિયાની સોદાબાજી કરતાં કૌભાંડી પકડાય તો પણ ગણતરીના દિવસોમાં છૂટી જાય છે. કમનસીબી એ છે કે, અત્યાર સુધીના પેપર કૌભાંડોમાં મૂળ સુધી તપાસ થઈ નથી. બે-ચાર કર્મચારી, કલાસિસ સંચાલક કે પછી પેપર વેચનાર વચેટિયાને ઝડપી લઈ પોલીસ તપાસ પૂર્ણ કરી દેવાય છે. કરોડો રૂપિયા સેરવી લેનારાં લોકપ્રતિનિધિ, સરકારી અમલદાર કે પ્રેસ માલિક સુધી કડક કાર્યવાહી થયાનું અત્યાર સુધી બહાર આવ્યું નથી.
આ પણ વાંચો :
ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા
પેપરલીકમાં પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડાયું, પણ સરકાર કેમ છાવરે છે પંચાયત મંડળને?
પેપર ફોડનારા આરોપીઓ જીવે છે વૈભવી જીવન, ઈર્ષ્યા થાય તેવી હાર્દિક શર્માની સંપત્તિ
ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાથી માંડી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના પેપરો સુરક્ષાને લઈને રાજ્ય બહારની એજન્સી-પ્રિન્ટીંગ પ્રેસ પાસે પ્રિન્ટીંગ કરાવાય છે છતાં ભરતી પરીક્ષાના પેપરો ફુટી જતા હોય સરકાર પાસે રાજ્યમાં જ પ્રિન્ટીંગની કે ઓનલાઈન ફુલ પ્રુફ સીસ્ટમ નથી. ભરતી તો દૂર સરકાર પરીક્ષા જ લઈ શકતી ન હોવાનો બળાપો હાલમાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. રાજ્ય બહાર ઘણા પેપરોનું પ્રિન્ટિંગ થાય છે. લાખો પેપરોનું પ્રિન્ટીંગ રાજ્ય બહાર પેપરો પ્રિન્ટિંગ કરવા કરવાનું હોય છે ત્યારે મોટા ભાગે પ્રિન્ટીંગ સુધીની કામગીરીમાં ભરતી પરીક્ષાઓમાં પ્રિન્ટીંગ પ્રેસમાંથી ૨૦૦થી૩૦૦ માણસો પ્રત્યક્ષ રીતે જોડાતા હોવાથી પેપરફુટવાનો પ્રશ્ન હોય છે. કેન્દ્ર સરકાર બજેટ છાપે તો પણ છાપનારને 15 દિવસ સુધી બહાર જવા દેતી નથી અને ગુજરાત સરકાર પરીક્ષાના પેપરો ગુજરાત બહાર પ્રિન્ટીંગ કરાવે છે. જેમાં તે સફળ રહેતી નથી. દર વર્ષે ૧૭ લાખથી વધુ પેપરો છપાય છે. પેપરો ત્યારે જ ફૂટે છે જ્યારે પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ પૈસા માટે ફૂટી જાય... રાજ્ય બહાર એટલા માટે મોકલાય છે કે ત્યાંના કર્મચારીઓ ગુજરાતી ભાષા સમજી ન શકે ખરેખર આ તર્ક સરકારનો ખોટો છે.
હાલમાં ટેકનોલોજીનો જમાનો છે. એક સેકન્ડમાં કોઈ પણ ભાષા ટ્રાન્સલેટ થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે, પેપર હૈદરાબાદના કયા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવવા માટે જવાનું છે એ આ કૌભાંડીઓને કેવી રીતે ખબર પડી એ સૌથી મોટો સવાલ છે. હૈદરાબાદમાં એક પ્રિન્ટીંગ પ્રેસ થોડો છે કે ત્યાંથી પેપર આસાનાથી લીક થાય આ કૌભાડમાં પંચાયત સેવા પસંદગી મંડળના કોઈ સભ્યે પણ ટિપ આપી હોય તેવી પણ સંભાવના છે. આ બાબતે પણ ગુજરાત પોલસે તપાસ કરવાની જરૂર છે. હાલમાં ઇસકી ટોપી ઉસકે સરની જેમ પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડી દેવાયું છે. છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 12થી વધારે ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે.
આ પણ વાંચો : PM મોદીએ પૂર્વ IAS અધિકારીને આપ્યો ખાસ ટાસ્ક, ગુજરાતના રોકાણકારોને યુપીમાં લઈ જશે