Gujarat Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડે એવા રોજ ખુલાસા થઈ રહ્યાં છે. બોબી પટેલના કાંડમાં પીઆઈ દહિયાની ઘટનાએ પોલીસની ઈમેજ ખરડી છે. એમાં ભરૂચના કાંડમાં તો પોલીસ પર સામાન્ય નાગરિકોનો ભરોસો ઉડી જાય તેવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. પોલીસ જ હપતાઓની લાલચમાં બુટલેગરો માટે કામગીરી કરતી હતી. જેમાં પોલીસ ગાંધીનગરથી નીકળે પહેલાં જ બુટલેગરોને એડવાન્સમાં જ ખબર પડી જતા અને ગાંધીનગરની રેડ વ્યર્થ બની જતા પોલીસને શંકા ગઈ હતી. જેમાં તપાસમાં મોટા ખુલાસા થતાં 2 કોન્સ્ટેબલો સસ્પેન્ડ કરી દેવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડા પહેલા બુટલેગર પાસે માહિતી પહોંચી જતી 
આ કેસમાં વિગતો એવી છે કે, ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાંચના બે પોલીસ કોન્સ્ટેબલો દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય સહિત ૧૫ પોલીસ અધિકારીઓના મોબાઇલ ફોન ટ્રેક કરાતા હતા. અને દરોડા પહેલા જ બુટલેગર અને કેમિકલ માફિયાઓને માહિતી આપી દેવામાં આવતી હતી. ત્યારે આ કેસમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસ રેડ પાડવા નીકળે એ પહેલાં જ તેઓ દક્ષિણ ગુજરાતના કુખ્યાત બુટલેગર ચકા ઉપરાંત, ૨૦ જેટલા બુટલેગરો માટે ઉપરાંત, ૧૦ જેટલા કેમિકલ માફિયાઓને જાણ કરી દેતા હતા. એસએમસીમાં તો નિર્લિપ્ત રાય આવતાં તેમનો હપતો બમણો થઈ ગયો હતો. આ સમગ્ર કેસમાં શંકાના દાયરામાં એલસીબીના પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરાશે.


આ પણ વાંચો : 


અમૃતા સિંહને તલાક આપતા સમયે સૈફને કેમ છુટ્યો હતો પરસેવો, વર્ષો બાદ સામે આવી હકીકત


સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી


અમદાવાદમાં સંભાળીને નીકળજો, આ રુટ પર અપાયા છે ડાયવર્ઝન, જાણો શા માટે


બંને કોન્સ્ટેબલ 20 બુટલેગર અને 10 કેમિકલ માફિયા માટે કામ કરતા 
એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મોબાઇલ ફોનના સીડીઆર (કોલ ડીટેઇલ રેકોર્ડ) તપાસતાં બંને જણા છેલ્લાં એક વર્ષથી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના ફોન ટ્રેક કરતા હતા. દક્ષિણ ગુજરાતનો બુટલેગર ચકો એલસીબીના હાથે ઝડપાયો હતો. ત્યારે તે બંને કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યો હતો અને તેણે બંનેને બમણા હપતાની ઓફર આપીને લોકેશન આપવાની કામગીરી સોંપી હતી. ત્યારબાદ બંને જણા ૨૦ થી વધુ બુટલેગરો અને ૧૦ જેટલા કેમીકલ માફિયાઓ માટે કામગીરી કરતા હતા. 


પોલીસ માટે શરમજનક બાબત એ છે કે, એલસીબીને બુટલેગરોના મોબાઈલ નંબર ટ્રેક કરવા માટેની પરમિશન હોય છે. પણ અહીં પોલીસ જ પોલીસના ફોન ટેપ કરતી હતી અને બુટલેગરોની મદદ કરતી હતી. આ ઘટનાએ પોલીસતંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. આમ, ગુજરાત પોલીસમાં 'ઘર ફૂટે ઘર જાય' જેવો ઘાટ સર્જાયો છે. ડિંગુચાનું ઇમિગ્રેશન કૌભાંડ હોય કે દારૂનું કટિંગ કે પછી પોતાના જ સાથીઓની જાસૂસી, બધે પોલીસનું સેટિંગ છે. પોલીસ જ હપ્તા ઉઘરાવતી થઈ ગઈ છે. 


આ પણ વાંચો : ઓછી મહેનતમાં કરોડપતિ બનવાની ટ્રીક આ મહિલા પાસેથી શીખો, એક ખેતી કરીને થઈ ગયા માલામાલ