ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાત પોલીસમાં નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. પ્રજાની રખેવાળી કરતાં રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે રાજકોટમાં પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બાગેશ્વર બાબાને ભાજપનું ફૂલ સમર્થન! સુરતમાં દિવ્યદરબારમાં પાટીલ પહોંચશે 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી ત્યારે સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.


ભાજપના પ્રદેશ પ્રમુખ અને સીએમના ગઢમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારો, ભાજપ પડદા પાછળ


ઉનાળા પછી લેવાશે પ્રેક્ટિલ પરીક્ષા 
તમને જણાવી દઈએ કે, અગાઉ ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


પ્રેમીઓને મીઠી ભાષામાં કડક ચેતવણી, ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ ગુનો નથી, પણ..


યુવાનો માટે મોટા સમાચાર
ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.


બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું


નોંધનીય છે કે, રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનો આજ (ગુરુવાર) રોજ રાજકોટના પ્રવાસે આવ્યા હતા. બપોરે રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી કક્ષાના 80 તથા સી કક્ષાના 40 પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આવાસોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ આવાસના લોકાપર્ણ પ્રસંગે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ધારાસભ્ય ઉદય કાનગડ, રાજકોટ મેયર પ્રદીપ ડવ, મોહનભાઈ કુંડારિયા, રાજકોટ કલેકટર પ્રભવ જોશી, કમલેશ મીરાણી, રમેશ ટીલાળા, સહીતના પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.


પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો