Banaskantha News : બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હાલ બનાસકાંઠામાં બે નેતાઓ સામસામે આવ્યા છે. દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન બાબતે રાજકારણ શરૂ થયું છે. શિવાભાઈ ભુરિયાના નિવેદનનો જવાબ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આપ્યો હતો. આ સાથે જ બનાસકાંઠા રાજકારણનું એપી સેન્ટર બન્યું છે. બનાસકાંઠામાં ઠાકોર અને ચૌધરી સામસામે આવ્યા છે. રાજકારણને કારણે બે જ્ઞાતિઓમાં તડા પડ્યા છે. થોડા સમય પહેલા બનાસકાંઠાણાના આંજણા સમાજમાં યોજાયેલા કાર્યક્રમમાં શિવા ભુરિયાએ ઉચ્ચારેલા શબ્દોથી બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. જેનો જવાબ નવઘણજી ઠાકોરે આપ્યો હતો. શું હતો મામલો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવાભાઈએ શું કહ્યું હતું...
તાજેતરમાં બનાસકાંઠાના થરાદમાં ખેંગારપુરામાં આંજણા સમાજની ગંગાથાળીના પ્રસંગ યોજોયો હતો. જેમાં દિયોદરના પૂર્વ ધારસભ્ય શિવાભાઈ ભુરિયાએ કહ્યું હતું કે, પરથી ભટોળ અને વિપુલ ચૉધરી બંને વઢયા અને ફેડરેશન ગુમાવ્યું. આવી ઘણી બાબતો સમાજે વિચારવાની જરૂર છે. 85 ની ચૂંટણી યાદ છે, બે ગાડીઓ પોલીસની આગળ અને પાછળ હતી ત્યારે પ્રચાર કરવા નીકળી શકતા. અમરસિંહ ચૉધરીની સરકાર હતી અને પરબતભાઈએ રજુઆત કરી અને તેમ બધાં જાગૃત થયા છો. આપણે એવા છીએ કે આપણા સમાજ માંથી કોઈ નિવૃત્ત થઈ જાય તો આપણે એ બાજુ ટકતાય નથી અને જો કોઈ દબાવે તો આપણે રવાના થઈ જવા તૈયાર થઈ જઈએ છીએ. સમાજની વાત આવે તો બધાએ એક થઈને એકતા રાખીને સમાજનું કામ કરવું ખુબજ જરૂરી છે. હું કોઈથી ડર્યો નથી જેને પણ કહેવું હોય એ મોઢા ઉપર કીધું છે. 


ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલ


આમ, વિધાનસભાની ચૂંટણીને લઈને શિવાભાઈ ભુરિયાનું દર્દ છલકાયુ હતું. તેમણે આગળ કહ્યું હતું કે, આ શંકરભાઇ અને પરબતભાઈ બેઠા છે હું કહું છું કે હવે જો આંજણા સમાજની એકતા ન રહી તો બનાસકાંઠામાં આપણે ભોગવવાનો વારો આવશે. મને ઘણા લોકો કહે છે કે તમે ભાજપમાં આવતા રહો તો હું કહું કે કોંગ્રેસનો જમાનો એવો હતો કે ઇન્દિરા ગાંધી સામે કોઈ બોલવા વાળું ન હતું અને ફરીથી એવો જમાનો આવશે. હું બે વખત વિધાનસભા લડ્યો અને કણબીઓના 10 હજાર વોટ કેશાજીને આપ્યા અત્યાર સુધી કહેતો ન હતો હવે કહું છું. રાષ્ટ્રવાદના નામે તને વોટ લીધા હવે વખા માંથી તમે બે વોટ લઈ આવો તો ખબર પડે. રાષ્ટ્રવાદ અલગ છે અને સમાજ અલગ છે એટલે સમાજે એક થઈને પરિણામ લાવવું જોઈએ. 


શિવભાઈએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કેશાજી ચૌહાણે ક્યાં રેખાબેન ચૉધરીનું નામ નથી લીધું બસ ભાજપને વોટ આપજો તેવું કહ્યું. તો શું કોઈએ કેશાજીનો ફેર પાડ્યો. માવજીભાઈ ધાનેરા માંથી જીત્યા તો શું ફેર પાડ્યો. આ વખતે બધા રબારી સમાજના ભાજપમાં ન રહ્યા અને કોંગ્રેસમાં જતા રહ્યા શું રબારીઓનો ફેર પાડ્યો. અમે સમાજને કેવી રીતે બહાર લાવ્યો છે એ અમને ખબર છે માટે સમાજે એકતા રાખવી જોઈએ કોઈપણ થાય ઝેર પીને પણ સાથે રહેવું જોઈએ નહીં તો કોઈ તમારો ભાવ નહિ પૂછે. મને ઘણા લોકો કહે કે તમે કોમવાદ કરો છો તો હું એમને કહું છું કે તમે મને કેટલા વોટ આલ્યા એ બોલજો. એક રૂપાલા બોલ્યા અને જાગીરદાર સમાજે ભાજપને એકપણ વોટ ન આપ્યું એ કોમવાદ નથી. આ એક જ થરાદ વિધાનસભા એવી છે કે તમે ચૌધરી તરીકે જીતી શકો બાકી બીજે બધે આપણી લઘુમતી છે, હું કિસ્મતના કારણે જીતી ગયા બાકી હવે બધે ઠાકોરોની બહુમતી છે. અને તમે જે હાલ થરાદમાં જે પ્રવૃત્તિ આદરી છે એ જોતો તમારે પણ 2027માં થરાદમાં જીતવું કાઠું છે. 


ગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધ


નવઘણજીનો શિવાભાઈને જવાબ 
નવઘણજી ઠાકોર પાટણ જિલ્લાના વતની છે અને ઠાકોર એકતા સમિતિ ગુજરાતના અધ્યક્ષ છે. તેમણે પોતાના જ પક્ષના શિવા ભૂરિયા સામે સવાલ ઉઠાવ્યા છે.શિવા ભૂરિયા કોંગ્રેસના જૂના કાર્યકર્તા અને દિયોદર બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. કોંગ્રેસના હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર જીતે અને ભાજપના ઉમેદવાર હાર્યા એનું તેમને મનદુઃખ થાય છે. આ ગેરવાજબી કહેવાય. ભૂતકાળની ચૂંટણીમાં ઉમેદવાર વી.કે.ગઢવી, હરિસિંહ ચાવડા, હરિ ચૌધરી, પરબત પટેલ જીત્યા તેમ છતાં ક્યારેય ઠાકોર સમાજે એમ વિચાર્યું નહોતું કે ચૌધરી સમાજને મત ન આપવો.


નવઘણજી ઠાકોરે વધુમાં કહ્યું, બનાસકાંઠામાં સહકારી માળખું વર્ષોથી ચૌધરી સમાજ પાસે છે, બીજા કોઈ સમાજની પકડ નથી. બનાસકાંઠામાં મોટા ભાગના સાંસદ ચૌધરી સમાજના રહ્યા છે. વિધાનસભા ચૂંટણી અગાઉ શંકરભાઈએ પણ નિવેદન કર્યું હતું કે જો જો દિયોદર અને ધાનેરા જેવું ન થાય. મતલબ કે દિયોદર અને ધાનેરામાં ચૌધરી સમાજના ઉમેદવાર જીત્યા નથી. લોકશાહીમાં બીજા સમાજને પણ હક મળવો જોઈએ.


ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું એલર્ટ


તેમણે આગળ કહ્યું કે, દિયોદર વિધાનસભા વિસ્તારમાં ગેનીબેનને 25 હજાર લીડ મળી છે. એમાં સૌથી વધુ ઠાકોર સમાજ, બીજા નંબર પર માલધારી અને રબારી સમાજ, ત્રીજા નંબરે દલિત સમાજ અને પછી અન્ય સમાજના મતદારોએ વન સાઈડ ગેનીબેનને મત આપ્યા છે, એટલે લીડ મળી છે. શિવાભાઈને કારણે દિયોદરમાંથી નથી મળી.


ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બને
અંતે, નવઘણજી ઠાકોરે પણ જ્ઞાતિવાદને યોગ્ય ઠેરવી તર્ક આપતાં કહ્યું, મારો વિચાર અને લાગણી છે કે ગુજરાતમાં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને. ગુજરાતમાં માધવસિંહ સોલંકી પછી ઠાકોર સમાજને તક મળી નથી. ગમે તે સરકારમાં કેબિનેટ ખાતું નથી, સ્વતંત્ર હવાલાવાળા મંત્રી નથી, ભાજપના શાસનમાં ઠાકોર સમાજને કંઈ જ મળતું નથી. ગુજરાતમાં ઠાકોર સમાજના મત વધારે છે એટલે દિલમાં અમને આશા હોય જ કે ઠાકોર સમાજના મુખ્યમંત્રી ગુજરાતમાં બનવા જોઈએ. આ કોમવાદ નથી, પણ વર્ષો પછી માગીએ છે. લોકશાહીમાં વારા પદ્ધતિ હોય. એમાં દરેક સમાજના લોકોને વારાફરતી તક મળવી જોઈએ.


દુનિયાના સૌથી મનહુસ હીરા, જેના પણ હાથમાં ગયા, તેનું મોત થયું! એક તો વડોદરામાં છે