ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટ

Weather Updates : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સુરત, નવસારી, વડોદરામાં પડશે અતિભારે વરસાદ.. દક્ષિણમાં ઓરેન્જ, મધ્યમાં યલો એલર્ટ જાહેર.. 

ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટ

Gujarat Weather Forecast : સુરત, નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતા વધારી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિભારે ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથમાં ભારે વારસાદીની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. 

રાજ્યમાં સવારે 7થી 10 વાગ્યા સુધી હળવા વરસાદની આગાહી

  • બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં પડશે વરસાદ
  • અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં આગાહી
  • આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં આગાહી
  • નવસારી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબીમાં આગાહી
  • જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં આગાહી
  • ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 

ઓગસ્ટ મહિનો આકરો જશે 
તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news