બનાસકાઁઠાની થરા નગરપાલિકામાં આજે ચૂંટણી, 5 વોર્ડના 20 ઉમેદવારો વચ્ચે જંગ
બનાસકાંઠાની થરા નગરપાલિકા માટે પણ આજે મતદાન શરૂ થયુ છે. થરા નગરપાલિકાના 6 વોર્ડ માંથી 5 વોર્ડના 20 સદસ્યો માટે ચૂંટણી જેગ ખેલાયો છે. વોર્ડ નં -3 ના ભાજપના 4 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ થયા છે. 5 વોર્ડની 20 સીટો માટે 48 ઉમેદવારો મેદાનમાં છે. તો 5 વોર્ડ માટે 15 મતદાન કેન્દ્રો ઉપર 11430 મતદાતાઓ મતદાન કરશે. સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. મતદાન માટે ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ, GRD અને SRP જવાનો સહિત 205 જેટલા કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે.
ઝી મીડિયા/બ્યૂરો :બનાસકાંઠાની થરા નગરપાલિકા માટે પણ આજે મતદાન શરૂ થયુ છે. થરા નગરપાલિકાના 6 વોર્ડ માંથી 5 વોર્ડના 20 સદસ્યો માટે ચૂંટણી જેગ ખેલાયો છે. વોર્ડ નં -3 ના ભાજપના 4 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ થયા છે. 5 વોર્ડની 20 સીટો માટે 48 ઉમેદવારો મેદાનમાં છે. તો 5 વોર્ડ માટે 15 મતદાન કેન્દ્રો ઉપર 11430 મતદાતાઓ મતદાન કરશે. સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. મતદાન માટે ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ, GRD અને SRP જવાનો સહિત 205 જેટલા કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે.
આ પણ વાંચો : ડાકોર મંદિરમાં બે બહેનોની પૂજાના વિવાદ વચ્ચે ‘ગોત્ર’ આડે આવ્યું
ઈવીએમ મશીન બગડ્યા
થરા નગરપાલિકાની ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ EVM મશીનની સાથે લાગેલ બેલોટિંગ મશીનમાં ખરાબી સર્જાઈ હતી. થરાના સદુજી વાસની પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્ર ઉપર લાગેલ મશીનમાં ખરાબી નીકળી હતી. EVM મશીન સાથે લાગેલા બેલોટિંગ મશીનના બટનોના દબાતા એજન્ટોએ વિરોધ દર્શાવ્યો હતો. જેથી ચૂંટણી અધિકારીઓએ મતદાન શરૃ થાય તે પહેલાં મશીન બદલાવ્યું હતું.
જોકે, રવિવારની રજા હોઈ ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યુ હતું. મતદાન શરૂ થયાના અડધો કલાકથી વધુ સમય થવા છતાં 15 મતદાન કેન્દ્રો ઉપર માત્ર 100 વોટ જેટલા જ વોટ નોંધાયા હતા. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી મેદાને છતાં મતદાનમાં નીરસતા જોવા મળી. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.