Gujarat Politics : ગાંધીનગરમાં હવે રાજકીય હલચલ થઈ રહી છે. સીએમઓના સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરાઈ છે. પીએમઓના સચિવ પીકે મિશ્રાની સીધી સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, આ બાબતે ગાંધીનગરમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, તમામ અધિકારીઓએ મૌન સેવી લીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતાહ તા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા. 


ત્યારે એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે, સીએમઓના ઓફિસમાં જ બેસીને પરિમલ શાહે વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ પરિમલ શાહનું રાજીનામુ લઈ લેવાય તેવી ચર્ચા હતી, પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે પીએમઓમાંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે. 


 


ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય


પરિમલ શાહની જગ્યાએ સીએમઓમાં એસઓડી તરીકે ફરજ બજાવતા એબી પંચાલને ચાર્જ સોંપાયો છે. પરિમલ શાહ સામે એવો પણ આક્ષેપ ઉઠ્યો છે કે, તેઓ ગેસ કેડરના અધિકારીઓને દબાવતા હતા. આણંદના કલેક્ટરનું સ્ટીંગ કરનારી મહિલા અધિકારી કેતકી વ્યાસ સાથે પણ તેમના તાર જોડાયેલા હતા. 


આમ, આખરે પરિમલ શાહને પણ અલવિદા કરી દેવાઈ છે. આ અંગે ગાંધીનગરમાં સિનિયર અધિકારીઓએ મૌન સેવી લીધું છે. 


ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય, અંબાલાલની આ આગાહી ખુશ કરી દેશે