ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય

Australlia Student Visa : જો તમે ઓસ્ટ્રેલિયામાં ભણવાના અને સેટલ્ડ થવાના ખ્વાબ જોઈએ રહ્યા છો તો આ ઉત્તમ તક છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ પણ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાતને પરસ્પર માન્યતા આપશે

ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય

Study Abroad : એક સમય હતો જ્યારે લોકોને અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયા જવાનુ વધુ પસંદ હતું. પરંતુ બાદમા કેનેડા અને યુકે જવાનો ક્રેઝ વધી ગયો છે. ત્યારે ઓસ્ટ્રેલિયા જવાના દરવાજા પણ હવે ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા હંમેશાથી ભારતીયોની પહેલી પસંદ રહ્યો છે. હજી પણ અનેક લોકો ઓસ્ટ્રેલિયા જોવા જવાના ખ્વાબ જુએ છે. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયામાં સમય મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્થળાંતર કરનારાઓને આપવામાં આવેલ પીઆરની સંખ્યા 1,60,000 હતી. જોકે, હવે તેમાં 35,000 નો વધારો કરવામાં આવ્યો છે. જો તમે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવો છો, તો તમે પણ બિન્દાસ્ત એપ્લાય કરી શકો છો.

જો તમે ઓસ્ટ્રેલિયામા સ્ટડી કરવા માંગો તો આ ઓપ્શન બેસ્ટ રહેશે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ'ફેરેલે કહ્યું કે સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક (PSW) માટે પગલાં લીધાં છે. ઘણા અભ્યાસક્રમોમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષ સુધી રહેવા અને કામ કરવાની તક મળશે.

જો તમે ઓસ્ટ્રેલિયામાં ભણવાના અને સેટલ્ડ થવાના ખ્વાબ જોઈએ રહ્યા છો તો આ ઉત્તમ તક છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ પણ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાતને પરસ્પર માન્યતા આપશે. તેથી, જો કોઈ વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીની શાખામાં ભારતમાં અભ્યાસ કર્યો હોય, તો તેઓ તેમની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં નોકરી મેળવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news