ગૌરવ પટેલ/અમદાવાદ :મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસને તેના સુકાની મળી ગયા છે. જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ના અધ્યક્ષ બન્યા છે. જ્યારે વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ પદ મેળવવા માટે લોબિંગ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અનેક જૂથો પણ સક્રિય થયા હતા. પરંતુ આખરે જગદીશ ઠાકોર (jagdish thakor) અને સુખરામ રાઠવા (sukhram rathva) ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બંનેના નામની સત્તાવાર જાહેરાત આજે થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય સંન્યાસ બાદ જગદીશ ઠાકોરની રિએન્ટ્રી
નામ નક્કી થાય એ પહેલા જ જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા હતા. જેના બાદ તેમના નામ પર મહોર લાગી હોવાનું કહેવાય છે. જગદીશ ઠાકોરના રાજકીય ઈતિહાસ પર એક નજર કરીએ તો, વર્ષ 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે જાહેરાત કરી હતી કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. પરંતુ જગદીશ ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું. પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.


આ પણ વાંચો : અહીં વિકાસ ગાંડો નથી થયો, પણ અધૂરો થયો છે... આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતનું આ ગામ છે પછાત


હાર્દિક પટેલ કાર્યકાહી અધ્યક્ષ પદે યથાવત રહેશે - સૂત્ર
ગુજરાત કોંગ્રેસની નવી વરણીમાં સૌરાષ્ટ્ર ઝોનને બાકાત રાખવામાં આવ્યુ છે. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. તો સુખરામ રાઠવા મધ્ય ગુજરાતમાંથી નેતૃત્વ કરે છે. આવામાં કાર્યકારી પ્રમુખનું પદ સૌરાષ્ટ્રના કોઇ નેતાને મળી શકે તેવી શક્યતા છે. હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ યથાવત રહે તેવી શક્યતા છે. તો કોળી અથવા દલિત નેતાને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે. જોકે, ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટણી નહિ લડી શકે. ખુદ રાહુલ ગાંધીનો જ આગ્રહ છે કે, પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી ન લડે. 


આ પણ વાંચો : ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલી જાય તેવા સમાચાર, અમદાવાદને મળ્યુ વધુ એક બિરુદ    


આજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક
ત્યારે આ જાહેરાત વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાશે. વિધાનસભા પરિસરમાં સાંજે ચાર વાગ્યે બેઠક યોજાશે. આ બેઠકમાં નેતા વિપક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કરાશે. પ્રભારી રઘુ શર્મા અને સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. હાઈમાન્ડની સૂચના મુજબ સુખરામ રાઠવાનું નામ રજૂ કરાશે. જેમાં તમામ સભ્યો નામને અનુમોદન આપી નેતા વિપક્ષની પસંદગી કરશે. બેઠક બાદ પરેશ ધાનાણીના નિવાસસ્થાને તમામ નેતાઓ ભોજન લેશે. નવા પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ડિનર ડિપ્લોમસીમાં ઉપસ્થિત રહેશે.