BJP New State Presidents : લોકસભાની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ પહેલાં એમપીની કમાન કોઈ મોટા નેતાને સોંપવામાં આવી શકે છે. આ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ ફેરફાર કરવાની ભાજપની તૈયારી છે. જોકે, ગુજરાતમાં સીઆરપાટીલ બદલાય તેવી સંભાવના નહિવત હોવાનું દિલ્હીના સૂત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતમાં સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભાજપ વધુ મજબૂત બન્યું છે. લોકસભાની ચૂંટણી સમયે ભાજપના 26માંથી 26 લોકસભાની સીટ જીતવાના લક્ષ્યાંક વચ્ચે પાટીલને ભાજપ દિલ્હી લઈ જવાનું રિસ્ક લે તેવી શક્યતા ઓછી છે. દેશમાં 5 રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખો જાહેર થાય તો પણ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલાય તેવી શક્યતા નહિવત છે. એટલે ભલે 5 રાજ્યના પ્રમુખો બદલાય પણ પણ સીઆર પાટીલની કામગીરીથી હાઈકમાન ખુશ હોવાથી ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ નહીં બદલાય અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સીઆર પાટીલના અધ્યક્ષપદ હેઠળ જ લડાય તેવી સંભાવનાઓ છે. જોકે, ગુજરાતમાં પાટીલ દિલ્હી જાય તો નવા નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. કહેવાય છે કે ભાજપ પાટીદાર પ્રમુખ પર દાવ ખેલી શકે છે. મોદી સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપ પાટીલને દિલ્હી લઈ જઈ 156 સીટોની જીતનો શિરપાંવ આપે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે પણ પાટીલને દિલ્હી ખસેડી ગુજરાત ભાજપમાં સખળ ડખળ ચાલું થાય તેવા ડરે હાઈકમાન રિસ્ક નહીં લે તેવી શક્યતાઓ છે. જોકે, ભાજપ ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતું હોવાથી આગામી સમય જ બતાવશે કે ગુજરાત ભાજપમાં ફેરફાર થાય છે કે નહીં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીએ લોકસભાની તૈયારીઓને લઈને કરી હતી બેઠક


BJP એ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે, ચૂંટણીની તૈયારીઓ વચ્ચે હવે BJP પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ કલાકોમાં ભાજપ આ પાંચ રાજ્યોના નવા પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી શકે છે. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ચૂંટણીની તૈયારીઓને લઈને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


વડતાલના નૌતમ સ્વામી પ્રવચન આપતા સમયે ઢળી પડ્યા, જુઓ ઘટનાનો Live Video


આ રાજ્યોમાં ફેરફારો થશે
ભાજપ જે પાંચ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલવા જઈ રહી છે, તેમાં ગુજરાત, તેલંગાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. પાર્ટી આ રાજ્યોની જવાબદારી નવા ચહેરાઓને સોંપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જી. કિશન રેડ્ડીને તેલંગાણાના, સુનીલ જાખડને પંજાબના, અસ્વથ નારાયણને અથવા તો શોભા કરંદલાજેને કર્ણાટકના પ્રમુખ બનાવવામાં આવી શકે છે. સાથે જ મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોઈપણ મોટા ચહેરાને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, ગુજરાતમાં સીઆર પાટીલ બદલાય તેવી સંભાવનાઓ નહિવત છે. આ અગાઉ પણ આ પ્રકારની ચર્ચાઓ થઈ હતી.


બનાસકાંઠા અકસ્માતમા મોતને ભેટનાર પોલીસ બાતમીદાર નીકળ્યા, દારૂની ગાડીનો પીછો કરતા હતા


કર્ણાટકમાં મળી છે હાર 
કર્ણાટકમાં ભાજપની શરમજનક હાર બાદ હવે પાર્ટી મંથન કરી રહી છે. દરમિયાન, પક્ષે વિપક્ષના નેતાના નામ પર હજુ પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે. હાલમાં પાર્ટી કર્ણાટક વિધાનસભાના સત્રમાં વિરોધ પક્ષના નેતા વિના ભાગ લઈ રહી છે. દરમિયાન, પૂર્વ સીએમ અને મજબૂત નેતા બીએસ યેદિયુરપ્પાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, જ્યાં અમિત શાહે તેમની મુલાકાત કરી હતી. વિપક્ષના નેતાની નિમણૂક માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીમાં હારનો રિપોર્ટ પણ કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવશે. જે બાદ પાર્ટીની કમાન નવા ચહેરાને સોંપવામાં આવી શકે છે.


દ્વારકા મંદિરમા ફરી બદલાયો ધજા ચઢાવવાનો નિયમ : આજથી પાંચના બદલે છ ધજા ચઢશે, જાણો કેમ


મધ્યપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ
જો મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ભાજપ સત્તામાં રહેવાની તૈયારી કરી રહ્યું છે. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં પાર્ટીનો ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે અને પીએમ મોદીએ પણ રાજ્યની મુલાકાત લીધી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પહેલાં પાર્ટીની જવાબદારી આવા નેતાને સોંપવામાં આવી શકે છે, જે પાયાના સ્તરે ખૂબ જ મજબૂત હોય અને બૂથ સ્તરે પાર્ટીને મજબૂત કરી શકે.


ગુજરાતે આજે નવો ઈતિહાસ રચ્યો : સિંગાપોરને બદલે ગાંધીનગરની ગિફ્ટ સિટીથી થશે ટ્રેડિંગ