Banaskantha News : લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં થઈ રહ્યો છે. અવનવા મુદ્દાઓ સાથે રાજકીય પ્રતિસ્પર્ધીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. ત્યારે હવે લોકસભાના ચૂંટણી પ્રચારમાં ઘૂંઘટનો મુદ્દો ઉછળ્યો છે..આ મામલે બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો  સામસામે આવ્યા છે.ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે. ગેનીબેને તેમના પિયર કોતરવાડામાં ઘૂંઘટ કાઢીને મત માંગ્યા હતા. જે મામલે રેખાબેને કહ્યું કે, હું એક દિવસ નહીં, રોજ માથે ઓઢું છું,,ેખાબેને એવું પણ કહ્યું કે, લોકો મને પૂછે છે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો ત્યારે લોકોને કહું છું, કે હુ મારા પરિવારની અને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઇ જવા માંગું છું. એટલે  હુ એક દિવસ માટે નથી ઓઢતી હુ રોજ માટે ઓઢું છું .. સાથે તેમણે દાવો કર્યો કે, જ્યારે હું દિલ્હીમાં જઈશ અધિકારી જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે, મને જરા પણ તકલીફ નહિ પડે કારણ કે હું શિક્ષિત છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘુંઘટ પર રાજકારણ
કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ આપી છે. તો તેમની સામે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.  ર્ડા. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે. ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે. જ્યારે કે, બનાસકાંઠામાં ગેનીબેનનો દબદબો છે. ત્યારે સૌથી પહેલા ગેનીબેન ઠાકોરે ઘુંઘટનો વિષય ઉઠાવ્યો હતો. 


રંજન ભટ્ટ બાદ ભીખાજીનો વારો પડ્યો : સામેથી ચૂંટણી લડવાની ના પાડી


ગેનીબેનનો ઘુંઘટ ચર્ચાનો વિષય બન્યો 
તાજેતરમાં લોકાસભાના કોંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની કોતરવાડા ગામે સભા યોજાઈ હતી. કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી તેમણે સભામાં મર્યાદા રાખવા માટે ઘુંઘટ તાણ્યો હતો. સભામાં પહોંચતા જ ગેનીબેન ઠાકોરે લાંબો ઘુંઘટ તાણી લીધો હતો. ગેનીબેન ઠાકોરને આ સભામાં જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું.



રેખા ચૌધરીનો ગેનીબેનને જવાબ 
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ઘૂંઘટ પર રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના લોકસભાના ઉમેદવાર ડો, રેખાબેન ચૌધરીનો ગેનીબેન પર પ્રથમ પ્રહાર જોવા મળ્યો. રેખાબેન ચૌધરીએ કહ્યું કે, હુ એક દિવસ માટે માથે નથી ઓઢતી હુ રોજ માથે ઓઢું છું. લોકો મને પૂછે છે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો,  લોકોને કહું છું  હુ મારા પરિવારની અને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઇ જ્વા માંગું છું, હુ એક દિવસ માટે નથી ઓઢતી હુ રોજ માટે ઓઢું છું. જ્યારે હું દિલ્હીમાં જઈશ અધિકારી જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે, મને જરા પણ તકલીફ નહિ પડે કારણ કે હું શિક્ષિત છું. ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોરે પોતાના પિયર કોતરવાડામાં ઘૂંઘટ કાઢીને મત માંગ્યા હતા. તેની સામે ડો.રેખાબેન ચૌધરીનો જવાબ આવ્યો છે.


ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ નહિ લડે ચૂંટણી


ગેનીબેનનો ઝંઝાવાતી પ્રચાર 
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરી છે. આજે એક સભામાં ગેનીબેને કહ્યું હતું કે, બહેનોને ખબર છે કે રોટલો એક જ બાજુ રાખીએ તો દાઝી જાય એને ફેરવવો પડે. રાજસ્થાનમાં તમે જુઓ કે 5 વર્ષે સરકાર બદલાય એટલે બધા કાબુમાં રહે છે. વિધાનસભામાં 182 ધારાસભ્યોમાંથી કોઈ નહોતું બોલ્યું અને આજે પણ ન બોલી શકે એ સૌથી પહેલા મેં વિધાનસભામાં વાત મૂકી હતી કે લવમેરેજમાં દીકરીના માતાપિતાની સમંતી ફરજિયાત હોવી જોઈએ તેવો કાયદો બનાવો. દીકરીના લગ્નની નોંધણીમાં તેના ગામના લોકોની જ સાક્ષીમાં સહી હોવી જોઈએ. મારી વાતને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે આવો કાયદો લાવવાની જરૂર છે. કેમકે સૌથી વધારે પ્રશ્નો અત્યારે પાટીદાર સમાજમાં છે. દીકરીઓની અછત કે ઘણાં બધાં પ્રશ્નો. રાજ્યનો ગૃહ મંત્રી પણ આ બાબતે બોલે એ નાની વાત ન કહેવાય.


10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે, ગેનીબેનનો શંકર ચૌધરી પર વાર