ગુજરાત : રાજ્યની વિવિધ કોલેજો, યુનિવર્સિટીમાં લગભગ સાડા સાત હજાર પ્રાધ્યાપકોને નવા વર્ષે ખુશખબરી મળી છે. શિક્ષકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે કે, નવા વર્ષથી 2016ની અસરથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ@100 : વિજય મુહૂર્તમાં કુંવરજીએ લીધા ધારાસભ્યના શપથ


આ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના સાડા સાત હજાર જેટલા પ્રાધ્યાપકોને રાજ્ય સરકારે નવા વર્ષની ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, એક જાન્યુઆરીથી પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચનો અમલ કરાશે. એટલે કે ફેબ્રુઆરીના પગારમાં સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળશે. 1 જાન્યુઆરી 2016થી સાતમા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. જેથી એરિયર્સના નાણાં સહિત સાતમા પગાર પંચનો લાભ આપવામા આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર 400 કરોડનો બોજ પડશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય પ્રાધ્યાપકો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીના સાડા સાત હજાર જેટલા 


નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’

આમ, ગુજરાતની કોલેજ-યુનિવર્સિટીના ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફને નવા વર્ષે જ સારા સમાચાર મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રાધ્યાપક એસોસિયેશન દ્વારા સાતમા પગાર પંચના અમલની રજૂઆત કરવામા આવી હતી, જે આજે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાઈ છે. 


પિયક્કડોને પકડવામાં ગુજરાત પોલીસ બની ‘સિમ્બા’, 31મીએ ખૂણે ખૂણેથી પકડ્યા નશેડીઓને...