Animal Lover : વાત લાગણીની હોય તો ગમે તે સાથે લાગણી બંધાઈ જાય છે. તેમાં પણ મનુષ્ય અને પ્રાણીઓની દોસ્તી આદિકાળથી ચાલતી આવે છે. તેમની દોસ્તીના ઉદાહરણો આપવામાં આવે છે. આવું જ એકવાર ફરીથી જોવા મળ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના પીઆઈ હાલ પ્રાણી સાથેની મિત્રતાને કારણે ચર્ચામાં છે. સંખેડાના પીએસઆઈ અજય ડામોરનો કપિરાજ સાથે નાતો અનેરો છે. તેમની કપિરાજો સાથે એવી દોસ્તી છે કે, તેમને જોઈને કપિરાજ દોડતા આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએસઆઈ અજય ડામોર છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં કાર્યરત છે. તેમની કપિરાજ સાથે બેસીને નાસ્તો કરતી તસવીરો વાયરલ થઈ છે. તેમની ઘર પાસે રહેતા કપિરાજ તેમની આતુરતાથી રાહ જોઈને બેસ્યા હોય છે. જેમ અજય ડામોર દરવાજો ખોલીને બહાર આવે કે તરત વાનરોનું ટોળું તેમની પાસે આવી ચઢે છે. કપિરાજ અને અજય ડામોર જાણે સુખદુખના સાથી હોય તેમ સાથે બેસીને નાસ્તો કરે છે. 


ચૈત્ર નવરાત્રિમાં જ કેમ થાય છે મા નર્મદાની નાની પરિક્રમા, જાણો શું છે તેનું મહત્વ


આ લાગણી કેવી રીતે બંધાઈ તે વિશે અજય ડામોર કહે છે કે, હેલા વાનર ઘરમાં આવી જે પણ ખાવાનું મળે એ લઈને ભાગી જતા હતા અને ભગાડવાનો પ્રયત્ન કરે તો તેઓ સામે હુમલો કરવા દોડતા હતા. પરંતુ બાદમાં મેં તેમની સાથે મિત્રતા બાંધવાનો પ્રયાસ કર્યો. તેમની પ્રેમથી બિસ્કીટ આપવાનું શરૂ કર્યું. ડર્યા વિના હું તેમની પાસે બિસ્કીટ આપવા જતો. બાદમાં પલાળેલા ચણા આપવાનું શરૂ કર્યું. આ રીતે કપિરાજે હુમલો કરવાનુ ઓછું કર્યું. આજે અમે સારા મિત્ર બની ગયા છીએ. 


આજે સ્થિતિ એવી છે કે, પીએસઆઈ અજય ડામોર જ્યારે પોલીસ સ્ટેશન આવે ત્યારે કપિરાજ આતુરતાથી રાહ જોતા હોય છે. હવે તેઓ મિત્રો બની ગયા છે. અજય ડામોરના ઘરનો દરવાજો બંધ હોય તો વાંદરાઓનું ઝુંડ આવીને તેમનો દરવાજો પણ ખખડાવે છે.


દમણમાં મોજ કરવા જાઓ તો સાવધાન રહેજો, આ ચોર ખુલ્લેઆમ ફરી રહ્યો છે : CCTV


પ્રાણીઓ અને મનુષ્યની મિત્રતા આદિકાળથી ચાલતી આવી છે. વર્તમાન સ્થિતિએ સમયના અભાવે માણસ માણસ વચ્ચેના સબંધ ઓછા થતા જાય છે. ત્યારે કપિરાજ અને પીએસઆઈની અદ્દભુત મિત્રતા પ્રાણી પ્રેમનો અનોખો સંદેશ આપે છે.