દમણમાં મોજ કરવા જાઓ તો સાવધાન રહેજો, આ ચોર ખુલ્લેઆમ ફરી રહ્યો છે : CCTV

Crime News : દમણમાં એક ચપ્પલ ચોર એવો એક્ટિવ થયો છે કે, રહીશોના ઘરની બહાર ચૂપચાપ જઈને મોંઘાદાટ ચપ્પલો ઉઠાવે છે.... તેની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
 

દમણમાં મોજ કરવા જાઓ તો સાવધાન રહેજો, આ ચોર ખુલ્લેઆમ ફરી રહ્યો છે : CCTV

Daman News : સોના-ચાંદી કે રોકડની ચોરીની ઘટના તો તમે સાંભળી હશે. પરંતુ ક્યારેય જૂતાની ચોરીની ઘટના નહીં સાંભળી હોય. જૂતાની ચોરીઓ મંદિર બહારથી થયાના કિસ્સા અનેકવાર સાંભળ્યા હશે. પરંતુ દમણમાં એક એવો ચોર સીસીટીવીમાં કેદ થયો છે જે માત્ર જૂતાની જ ચોરી કરે છે. આ ઘટના છે દમણના પોશ વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટની, જ્યાં રિક્ષામાં બેસીને ચોર આવે છે અને બિલ્ડિંગના 10 માળ પર ફરી ઘરની બહાર મૂકેલા જૂતાની ચોરીને અંજામ આપે છે. આ જૂતા ચોર એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે. જેથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ જૂતા ચોરીની શોધખોળ હાથ ધરી છે.

દમણમાં સોના ચાંદી કે રોકડ કે કોઈ કીમતી સામાનની ચોરીની ઘટનાની સાથે હવે જૂતા ચોરીની ઘટનાઓ વધી રહી છે. દમણના એક એપાર્ટમેન્ટમાં એક જૂતા ચોરે આતંક મચાવ્યો હતો. 10 માળની બિલ્ડિંગમાં આ જુત્તા ચોરે ફ્લેટના બહાર રાખેલા જુત્તાઓની ચોરી કરી અને રિક્ષામાં ફરાર થઈ ગયો હતો. જો કે હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્યારે દમણના પોશ વિસ્તારમાં હાઈ રાઇઝ બિલ્ડિંગમાં જુત્તા ચોરે મચાવેલા આતંકવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. 

બનાવની વિગત મુજબ, દમણના પોશ વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ રિક્ષામાં આવે છે. ત્યારબાદ આ એપાર્ટમેન્ટની લિફ્ટ દ્વારા તે બિલ્ડીંગના દસમા માળે પહોંચે છે. દસમા માળથી આ વ્યક્તિ ફ્લેટની બહાર રાખેલા જૂતાની ચોરી કરી પોતાની સાથે લાવેલા થેલામાં ભરે છે. આમ એક પછી એક ફ્લેટના બહાર મુકેલા જુતાઓને પોતાની સાથે લાવેલા થેલામાં ભરે છે. આમ 10 માં માળેથી આ વ્યક્તિએ જૂતાઓ ઉઠાવવાનું શરું કર્યું હતું અને ત્યાર પછી નીચેના માળે ઉતરતો ગયો અને જૂતા બોક્ષમાં હાથ ફેરો કરતો હતો.

આમ 10 માં માળેથી આ વ્યક્તિ નીચેના માળો પર પણ આવી અને આવી રીતે જુતાઓની ચોરી કરી અને ફરી પાછો જે રિક્ષામાં આવ્યો હતો. જ્યાં તે રિક્ષામાં બેસી અને ફરાર થઈ જાય છે. ત્યારે આ જુતા ચોરની હરકત એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ ગઈ છે. આથી અત્યારે દમણમાં ત્રાસ વર્તાવતા જુતા ચોરની હરકતોનો સીસીટીવી વીડિયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આ જૂતા ચોર સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. આમ દમણમાં સોના ચાંદી રોકડ રકમ અને કિંમતી ચીજ વસ્તુઓની ચોરીની સાથે હવે જૂતા ચોરીની ઘટનાઓ પણ બનતા પ્રદેશમાં ત્રાસ વર્તાવતા જુતા ચોર હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news