Gujarat Weather Alert : ગુજરાતમાં વાતાવરણ બગડ્યું છે. ગરમીમાં એકાએક માવઠું પડતા લોકો પર તેની અસર પડી છે. આવામા સીઝનલ બીમારીઓ પણ વધી રહી છે. હાલ ભલે ચાર દિવસની માવઠાની આગાહી હોય, પરંતુ આખું માર્ચ મહિનો આવો જ જશે તેવી આગાહી કરવામાં આવી છે. માત્ર હવામાન વિભાગ જ નહિ, જ્યોતિષે પણ ભવિષ્ય ભાંખ્યું છે કે, હજુ એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રના અનુમાન મુજબ, વધુ એકવાર આ મહિના ગુજરાતમાં માવઠું આવશે. આ માવઠું માર્ચ મહિનાના મધ્યમાં આવશે તેવી આગાહી છે. 12 માર્ચથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 14 થી 17 દરમિયાન ગુજરાતમાં ફરી માવઠાનો દોર આવશે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. જેમાં દરિયામા ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે. 


જોકે, જ્યોતિષના જણાવ્યા અનુસાર, માત્ર માર્ચ મહિનો જ નહિ, એપ્રિલ મહિનો પણ આવો જ જશે. એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે. આ મહિનામાં કરા સાથે વરસાદની આગાહી જ્યોતિષ એક્સપર્ટે કરી છે. તેના બાદ 26 એપ્રિલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ જશે. જેમાં 45 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે. આ વર્ષે ગરમી પણ રેકોર્ડ તોડશે. 


આ પણ વાંચો : 


Corona ઈઝ બેક અગેઈન : હોળી પહેલા આવેલા આટલા કેસ તમને ડરાવવા પૂરતા છે


માર્ચ મહિનામાં ક્યારે ગરમી પડશે
6 માર્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા વરસાદ આવશે. જેમાં તાપી, ડાંગ, નર્મદા, ભાવનગર, અમરેલીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. તો સાથે જ વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબકશે. તો 7 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાઢગમાં થંડર સ્ટ્રોમના કારણ પવન સાથે વરસાદ આવશે.


મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે
જ્યોતિષોએ જણાવ્યુ કે, એપ્રિલ મહિનાથી જ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ જશે. પરંતુ મે મહિનો આકરો જશે. જોકે, આ દિવસોમાં વરસાદની પણ શક્યતા છે. 15 થી 19 મે દરમિયાન દક્ષિણ અંદમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 


હાલ ગુજરાતમાં માવઠા વચ્ચે નાગરિકો પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. બીજી તરફ, બેવડી ઋતુ લોકોને બીમાર બનાવી રહી છે. 


આ પણ વાંચો : 


હોળીએ સુરતમાં લવલી ન હોય એવું ક્યારેય ન બને, કોણ છે આ પદમણી નાર અને રૂપ રૂપનો અંબાર