અમદાવાદ :હાલ ભાદરવામાં વરસાદ મહેમાન બનીને ત્રાટકી પડ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદની આગાહી છે. તો અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ભાદરવો ભલે ભરપૂર વરસે, પણ નવરાત્રિમાં વરસાદ ન આવે તેવુ દરેક ગુજરાતી ઈચ્છે છે. પરંતુ આ વર્ષે પણ ખેલૈયાઓના મનની મુરાદ પૂરી નહિ થાય. કારણ કે, નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને કારણે આ વર્ષે પણ નવરાત્રિમાં ઘરે જ બેસવુ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષના કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે ખેલૈયાઓને નવરાત્રિ સારી જશે તેવી આશા છે. બે વર્ષ કોરોનાએ લોકોને નવરાત્રિમાં પણ ઘરમાં પૂરી રાખ્યા, ત્યારે હવે આ વર્ષે માંડ નવરાત્રિ માણવાનો અવસર આવ્યો છે. પરંતું આવામાં વરસાદ કાળ બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું નવરાત્રિ બગાડશે. આ નવરાત્રિએ વરસાદ વિધ્ન બની શકે છે. 


આ પણ વાંચો : મૃદુ સ્વભાવના મુખ્યમંત્રીએ એક જ વર્ષમાં રાજકીય પંડિતોની ભવિષ્યવાણી ખોટી પાડી


ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રિ બેસવાની છે. પરંતુ આ વર્ષે ચોમાસું મોડુ બેસ્યું છે, તેથી ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ શકે છે. આવામા નવરાત્રિના નોરતાઓમાં વરસાદ આવી શકે છે.  


અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.


આ પણ વાંચો : દાદરા નગર હવેલીના રાજકારણમાંથી JDU નો એકડો નીકળી ગયો, ભાજપે આંચકી લીધી સત્તા


ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી 
હજુ પણ 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો સુરત, ભરૂચ, તાપી અને નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને પણ 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 14 અને 15 સપ્ટેમ્બરે માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.   


તો હાલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ ભારે વરસાદથી છલકાઈ ગયો છે. આ કારણે ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 10,345 ક્યુસેક પાણીની આવક-જાવક છે. આ ડેમ અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. તો તેનાથી 26 હજાર હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના ગામનું સિંચાઈ-પીવાના પાણીનું સંકટ દૂર થશે. જેતપુર, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને અલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.