ભૂપેન્દ્ર પટેલનું 1 વર્ષનું શાસન : મૃદુ સ્વભાવના મુખ્યમંત્રીએ એક જ વર્ષમાં રાજકીય પંડિતોની ભવિષ્યવાણી ખોટી પાડી

મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનનું ગુજરાતમાં 1 વર્ષ પૂર્ણ.. વિધાનસભાની ચૂંટણી જીતવાના પડકાર વચ્ચે 1 વર્ષના શાસનમાં શું શુ થયુ તે જોઈએ... 

ભૂપેન્દ્ર પટેલનું 1 વર્ષનું શાસન : મૃદુ સ્વભાવના મુખ્યમંત્રીએ એક જ વર્ષમાં રાજકીય પંડિતોની ભવિષ્યવાણી ખોટી પાડી

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે સૌથી વધુ લીડ થી જીત્યા બાદ 12 સપ્ટેમ્બર 2021 એ ભાજપના ધારાસભ્ય દળના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ ત્યારે રાજકીય પંડિતો સાથે તમામ લોકોને આશ્ચર્ય થયું હતું. ભાજપ જેવા શિસ્ત બદ્ધ પક્ષમાં અચાનક આખી સરકાર બદલવાનું નક્કી થયું અને 12 સપ્ટેમ્બર 2021 એ કેન્દ્રિય નિરીક્ષકોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ. જેને એક વર્ષ પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી તરીકેના તેમના 1 વર્ષની કામગીરીના લેખા જોખા જોઈએ તો. 

1 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે લીધેલા મહત્વના નિર્ણય
મુખ્યમંત્રી કાર્યાલયના દરવાજા સામાન્ય જનતા માટે ખોલ્યા
સોમવાર - મંગળવાર એમ 2 દિવસ મંત્રીઓએ ફરજિયાત લોકોને સાંભળવા
મંત્રીઓ સાથે અધિકારીઓને પણ જન પ્રતિનિધિઓને સાંભળવા સિસ્ટમ ઉભી કરી
મંત્રીઓના PA-PS માં નો રીપીટ થીયરીનો અમલ
વર્ષો જૂની પૂર રાહત સહાયના નિયમો બદલી વળતરમાં વધારો કર્યો
સરકારી કર્મચારીઓના બદલીઓના નિયમોમાં કર્યો બદલાવ
પહેલીવાર રાજય સરકારના બજેટમાં મોટા પ્રોજેક્ટ્સના બદલે નાના વર્ગને આવરી લેતી જાહેરાતો કરી
સગર્ભા મહિલાઓ માટે 270 દિવસની પોષણ સુધા યોજના
તમામ નાગરિકો માટે નીરામય ગુજરાત અભિયાનની શરૂઆત
ચોમાસા દરમિયાન ડીઝાસ્ટર મેનેજમેન્ટના યોગ્ય પ્લાનીંગથી માનવ ક્ષતિથી થતા મૃત્યુ અટક્યા
ઘરે બેઠા ઓનલાઈન FIR ને મંજૂરી
પ્રાકૃતિક ખેતી ના અભિયાનને વેગ આપ્યો, ડાંગમાં 100%
પ્રાકૃતિક ખેતીનો અમલ

તો 1 વર્ષ દરમિયાન મુખ્યમંત્રીએ કયા પડકારોનો સામનો કર્યો...
પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હોવાથી સૌને સાથે લઈને ચાલવાનો પડકાર
સરકાર અને સંગઠન સાથે તાલમેલ જાળવવાનો પડકાર
અધિકારી રાજની છાપ દુર કરવાનો પડકાર
પ્રજાલક્ષી શાસનનો પડકાર
કોરોના કાળ બાદ લોકોમાં સરકાર સામેની નારાજગી દૂર કરવાનો પડકાર
તમામ નવા મંત્રીઓ સાથે મતભેદ વગર સરકાર યોગ્ય રીતે ચલાવવાનો પડકાર
રૂપાણી સરકાર સામેની નારાજગી ફક્ત કામથી દૂર કરવાનો પડકાર
પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યોનું સન્માન જાળવવાનો પડકાર

રાજકીય નિર્ણયો
મુખ્યમંત્રીએ પોતે સંગઠનને સર્વોપરી બનાવ્યું
સંગઠન સાથે મળીને સરકારના નિર્ણયો પર સહમતી બનાવી
2 કેબિનેટ મંત્રીઓના ખાતા પરત લીધા
સરકારી પ્રવાસ દરમિયાન પણ સંગઠનના લોકો સાથે મુલાકાત
1 વર્ષ દરમિયાન મુખ્યમંત્રીની કામગીરી સામે ઉઠેલા સવાલો
1 વર્ષમાં સિનિયર IPS-IAS ની બદલીઓમાં વિલંબ
તૂટેલા રસ્તાઓથી પ્રજા પરેશાન, હાઇકોર્ટે પણ લગાવી ફટકાર
રખડતાં ઢોર અંગે વિધાનસભામાં બિલ પાસ કર્યું પણ અમલ ન કરાવી શક્યા
ચૂંટણી પહેલાં સરકાર સામે આંદોલનોની ભરમાર

મુખ્યમંત્રી તરીકેના આ એક વર્ષના શાસન દરમિયાન સીધા અને સરળ વ્યક્તિત્વવાળા ભૂપેન્દ્ર પટેલની છબીમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. શરૂઆતમાં પક્ષના ઘણા આગેવાનો અને સરકારી અધિકારીઓને તેમની કાર્યક્ષમતા પર સવાલો હતા, પરંતુ તેમણે ધીમી અને મક્કમ ગતિએ સરકારના એક પછી એક નિર્ણયો લઈને તેમના ટીકાકારોને જવાબ આપ્યો. તેમની છબીમાં પણ ઘણો મોટો બદલાવ જોવા મળ્યો છે, જો કે ચૂંટણીના સમયે સવાલ એ જ છે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ શું લોકોની સમસ્યામાં ઘટી કે તેનો ઉકેલ આવ્યો ખરો?  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news